NARMADASAGBARA

નર્મદા: બળદગાડાને બગીની જેમ સજાવી ભૂલકાંઓની શાળા સુધીની અનોખી સવારી

નર્મદા: બળદગાડાને બગીની જેમ સજાવી ભૂલકાંઓની શાળા સુધીની અનોખી સવારી

સાગબારા તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે શાળા પ્રવેશોત્સવની અનોખી ઉજવણી

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં ઉજવણી ખુબ ખાસ રહી છે. બગીની જેમ સજાવીને બળદગાડામાં ભૂલકાઓને ભણવા માટે સરસ્વતિના મંદિર શાળા સુધી રંગબેરંગી ફુગ્ગા શણગાર દ્વારા બાળકોને બળદગાડામાં બેસાડી શાળા પ્રવેશ કરાવવા ઉત્સાહ સાથે સામૈયુ કરી આંગણવાડીની વર્કર બહેનો અને ગ્રામજનો, શિક્ષકો દ્વારા પ્રગતિની પગદંડી માટે આંગણવાડીમાં કુમકુમ-તિલક તથા થાળીમાં કંકુમાં પગલા ઝબોળી વર્ગમાં પાવન પગલા મંડાવ્યા હતા. હોશભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.

જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં ભુલકાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સાગબારા તાલુકા આંગણવાડી કેન્દ્ર મોવી, બેડાપાણી અને જાવલી આંગણવાડી ખાતે અનોખી રીતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભુલકાઓને શણગારેલા બળદગાડામાં શાળાએ લઈ જવામાં આવ્યા હતા. ગ્રામિણ ક્ષેત્રની જ્ઞાનગંગા ભુલકાઓ સાથે વાજતે ગાજતે શાળાએ પહોંચી હતી. જ્યાં બાળકોનું કંકુ ચોખાથી તિલક અને મોઢુ મીઠુ કરાવીને હર્ષોલ્લાસ સાથે શાળામાં “સ્વેગ સાથે સ્વાગત” કરાવવામાં આવ્યું હતું. બાળકો માટે શાળાનો આ પ્રથમ દિવસ યાદગાર સંભારણુ બની રહેશે.

સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી અને બાલવાટિકાનો શાળા પ્રવેશોત્સવ પણ ઉત્સાહભેર, અનોખી રીતે તરવરાટ સાથે ઉજવવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રસંગે આંગણવાડીમાં કુલ ૮૫૫ અને બાળવાટિકામાં ૬૨૩૬ ભુલકાઓનું ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!