ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસ સર્વોદય નગર (ડુંગરી)માં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ પર ત્રાટકતા બુટલેગરોમાં ફફડાટ – રાત્રિના સમયે કરાયું કોમ્બિંગ 

મોડાસા : સર્વોદય નગર વિસ્તારમાં મોડાસાના જીવણપુર છરા નગરમાંથી દરરોજ હજ્જારો લીટર દેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસ સર્વોદય નગર (ડુંગરી)માં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ પર ત્રાટકતા બુટલેગરોમાં ફફડાટ – રાત્રિના સમયે કરાયું કોમ્બિંગ

મોડાસા : સર્વોદય નગર વિસ્તારમાં મોડાસાના જીવણપુર છરા નગરમાંથી દરરોજ હજ્જારો લીટર દેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ

દેશી દારૂના દૂષણમાં અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે સર્વોદય નગરમાં દેશી દારૂના રાક્ષસરૂપી દૂષણને પગલે યુવાન વયે અનેક મહિલાઓ વિધવા બની ચૂકી છે

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી અટકાવવા અને બુટલેગરોને નાથવા પોલીસતંત્રને સખ્ત કાર્યવાહી કરવાની સૂચનાના પગલે જીલ્લા પોલીસતંત્રએ બુટલગરો સામે લાલ આંખ કરી છે મોડાસા ટાઉન પોલીસે દેશી દારૂના અડ્ડાઓ માટે કુખ્યાત સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ત્રાટકતા બુટલેગરો અને નશેડીઓમાં નાસભાગ જોવા મળી હતી ટાઉન પોલીસે 22 હજારનો દેશી દારૂ અને વોશ સાથે 14 બુટલેગરોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન PI ડી.બી.વાળાએ ચાર અલગ અલગ ટીમ બનાવી મોડાસા શહેરના દેશી દારૂ માટે પંકાયેલ સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથધરી દેશી દારૂના અડ્ડાઓ પર ત્રાટકતા બુટલેગરો ફફડી ઉઠ્યા હતા સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં ટાઉન પોલીસે અલગ અલગ વાહનોમાં રેડ કરતા અફડાતફડી મચી હતી પોલીસે દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરોના ઘર ફંફોસી નાખી મોટી માત્રામાં દેશી દારૂ જપ્ત કર્યો હતો મોડાસા ટાઉન પોલીસે 14 બુટલેગરોને દબોચી લઇ 14 પ્રોહિબિશનના કેશ કરી 84 લીટર દેશી દારૂ અને 250 લીટર દેશી દારૂ બનાવનો વોશ મળી રૂ.22 હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!