ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 15 મોબાઈલ માલિકોને પરત કર્યા  

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 15 મોબાઈલ માલિકોને પરત કર્યા

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસે મોડાસા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી ગુમ થયેલા 2.59 લાખના 15 મોબાઈલ શોધી કાઢી તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ફોનના માલિકોને પરત કરી પોલીસ પ્રજાનો સાચો મિત્ર સૂત્ર સાર્થક કર્યું હતું ચોરી થયેલ મોબાઈલ પરત મળતાં મોબાઈલ ધારકો આનંદિત થયા હતા

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી. વાળા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ શોધવા માટે ટેકનિકલ સ્ટાફ અને સંચાર સારથી પોર્ટલની મદદથી 15 ગુમ મોબાઈલ શોધી કાઢી જીલ્લા નાયબ પોલીસ અધિક્ષકના હસ્તે મોબાઇલ ધારાકોને તેમના ગુમ થયેલ સ્માર્ટ ફોન પરત આપવામાં આવતા મોબાઈલ ધારાકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા મોબાઈલ માલિકોએ મોડાસા ટાઉન પોલીસની કામગીરીની સરાહના કરી હતી

Back to top button
error: Content is protected !!