ARAVALLIGUJARATMODASA

અરવલ્લી પોલીસે 9.15 કરોડનો વિદેશી દારૂ કર્યો નષ્ટ, 304 પ્રોહિબિશન કેસનો મુદ્દામાલ રોલર ફેરવી નાશ કર્યો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી પોલીસે 9.15 કરોડનો વિદેશી દારૂ કર્યો નષ્ટ, 304 પ્રોહિબિશન કેસનો મુદ્દામાલ રોલર ફેરવી નાશ કર્યો

અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 9.15 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. મોડાસા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા પ્રોહિબિશન કેસના મુદ્દામાલનો એક સાથે નાશ કરવામાં આવ્યો હતો

શામળાજી ખાતે આવેલા જીએસટી ગ્રાઉન્ડમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો. કુલ 304 જેટલા પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલા દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 7 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 7 PSI સહિત કુલ 65 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.પ્રાંત અધિકારી અને DYSP ની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલ અને નોંધાયેલા ગુન્હાના દારૂ સામે કાર્યવાહી સાથે  નષ્ટ કરવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા આવી કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર પર રોક લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!