
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી : દિલ્હીની ઘટના બાદ અરવલ્લી પોલીસ એલર્ટ મોડ પર – શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
દિલ્હી બ્લાસ્ટ અંતર્ગત સતર્કતા હેતુસર પગલાના અનુસંધાને ગુજરાતમાં એલર્ટ
દિલ્હીમાં બનેલી ગંભીર ઘટનાના પગલે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સજાગ બની ગઈ છે. તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને આંતરરાજ્ય બોર્ડર પર વાહન તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.શામળાજી–રતનપુર બોર્ડર પર પોલીસે તમામ પ્રકારના વાહનોની ચકાસણી શરૂ કરી છે. ગુજરાત–રાજસ્થાન બોર્ડર પર પોલીસ તંત્ર ખડેપગે રહી સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. ખાસ કરીને રાજ્યમાં પ્રવેશતા અને બહાર જતા વાહનોની તપાસ અને ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે શામળાજી પી આઈ એ જણાવ્યું હતું કે હાલ ચેકપોસ્ટ પર તમામ પ્રકારના વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યાં રહ્યું તેમજ ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક છે તેમજ બોર્ડર સહિત વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગથી કોઈ શંકાસ્પદ હલનચલન ન થાય તે માટે કડક નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં સુરક્ષા તંત્ર સક્રિય થતા 🔹 બોર્ડર ચેકપોસ્ટ પર વધારાનું પોલીસ બંદોબસ્ત🔹 વાહન તપાસ રાતદિવસ ચાલુ🔹 નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવ્યું છે




