
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલીસતંત્ર ઉંઘતું રહ્યું, SMC ત્રાટકી 3.48 લાખનો દારૂ ઝડપ્યો , રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC ના દબદબો.!! બાયડ ખાતે દારૂ મંગાવનાર કોણ…?
રાજસ્થાની કુખ્યાત બુટલેગર માનસિંગ ડામોર અને તેની ગેંગ વહીવટદારો સાથે જુગલબંધી રાખી દારૂની લાઈન ચલાવતી હોવાની અવનવી ચર્ચાઓ જામી
અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહીત નશાકારક પદાર્થોનું પેડલરો ઠાલવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત દોડાદોડી કરી રહ્યું છે જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા હોવાની બાતમી SMCને મળતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શામપુર ગઢડા ચોકડી નજીક વોચ ગોઠવી કાર માંથી 3.48 લાખના વિદેશી દારૂ સાથે ખેપિયાને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને ઉંઘતું રાખી પ્રોહીબીશનની રેડ કરતા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયાં છે SMCએ દિવાળી પર્વ બાદ જીલ્લામાં આંટાફેરા વધારી દીધા છે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ જીલ્લાની અંતરિયાળ વિસ્તારની સરહદો પરથી નાના-મોટા વાહનો મારફતે બુટલેગરો વહીવટદારો સાથે સાંઠગાંઠ રચી એકલ-દોકલ લાઈન ચલાવતા હોવાની ગંધ આવતા મોડાસા-હિંમતનગર રોડ પર આવેલ ગઢડા નજીક વોચ ગોઠવી હતી
સ્ટેટ મોનેટરીંગ સેલે બાતમીના આધારે શામાપુર નજીક વોચ ગોઠવતા બાતમી આધારિત વિદેશી દારૂ ભરેલી કાર પહોંચતા અટકાવી કારની અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ -1702 કિં. રૂ. 348284/-નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર લોકેશ રમેશ બરંડા (રહે, સીસોદ-રાજ)ને દબોચી લઇ વિદેશી દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ. 8.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાની કુખ્યાત બુટલેગર માનસિંગ શંકરલાલ ડામોર અને તેના સાગરીતો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





