અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો, મગફળી- કપાસની ખેતી પર સંકટ
અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા ત્રણ દિવસથી મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના આકાશે વાદળોની ઘેરાબંધી સાથે વરસાદ વરસી રહ્યો છે મંગળવારે વહેલી પરોઢે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો સતત વરસાદી માહોલના પગલે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી રહી હોય તેવો ઘાટ સર્જાતા ખેડૂતનો તાત મુંજાયો છે
શક્તિ વાવાઝોડાની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં થઈ છે અરવલ્લી જીલ્લામાં વરસાદના પગલે ઠંડક પ્રસરી ગઈ છે. કેટલીક જગ્યાએ વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે શાકભાજીની ખેતીમાં રોગચાળાનો ભય પેદા થયો છે મોંઘાદાટ બિયારણ અને જંતુનાશક દવાઓનો ખર્ચો માથે પડે તો ખેડૂતોના માથે દેવાના ડુંગર નીચે દબાઈ જવા જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે દિવાળી ટાણે હૈયા હોળી જેવો માહોલ પ્રવર્તિ રહ્યો છે