
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની ભારત-કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથમાં સભ્ય તરીકે નિમણૂક
સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાની ભારત-કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા, સંસદીય સ્તરે સંવાદ વધારવા તેમજ વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને આર્થિક સહકારને નવી દિશા આપવા માટે આ મિત્રતા જૂથ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.સંસદીય મિત્રતા જૂથો દેશો વચ્ચે સહયોગ અને સમજ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શોભનાબેન બારૈયાની આ નિમણૂકથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારનું પ્રતિનિધિત્વ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.તેમની આ નિમણૂકને પગલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસ્તારવાસીઓ દ્વારા તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે તથા તેઓ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





