કચ્છની કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તળાવમાંથી કેમિકલયુક્ત પાણીનો તાત્કાલિક નિકાલ કરવા આપ નેતા પ્રવીણ રામ આવ્યા મેદાને.
કંપનીઓના કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીઓના મૃત્યુ તેમજ દુર્ગંધના કારણે સ્કૂલના બાળકોના બીમાર પડવાથી છેલ્લા 4 દિવસથી શૈક્ષિણક કાર્ય ઠપ થવાની ઘટના.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૪ જુલાઈ : કંપનીઓના કેમિકલયુક્ત પાણીથી હજારો માછલીઓના મૃત્યુ તેમજ દુર્ગંધના કારણે સ્કૂલના બાળકોના બીમાર પડવાથી છેલ્લા 4 દિવસથી શૈક્ષિણક કાર્ય ઠપ થવાની ઘટના કચ્છના અંજાર તાલુકાના મોડવદર ગામે શિલ ઓઇલ & ફેટ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી દત્ત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મહેશ ઓઇલ દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષથી મોડવદર ગામના તળાવમાં કેમિકલ યુક્ત એકદમ કાળું પાણી છોડવામાં આવે છે એવી ગ્રામજનોએ અનેકવાર જવાબદાર તંત્રને રજુવાત કરી છે.છતાંપણ તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી ના કરાતા અંતે એ તળાવમાં એટલું બધું કેમિકલ વધી ગયું કે અંદાજિત 5 દિવસ પહેલા એમના કારણે તળાવના તમામ માછલાઓ મૃત્યુ પામ્યા અને એમની દુર્ગંધના કારણે માત્ર 100 મીટર દૂર આવેલી સરકારી શાળાના બાળકો પણ બીમાર પડ્યા:- પ્રવીણ રામ આ સમગ્ર ઘટનાની ગ્રામજનોએ 17 જુલાઈ એ કલેકટર, મામલતદાર, પોલ્યુશન બોર્ડ આ તમામને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી એ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો કે એ મૃત્યુ પામેલા માછલાંઓનો નિકાલ પણ કરવામાં નથી આવ્યો અને એમના કારણે છેલ્લા 4 દિવસથી સરકારી શાળા અને શૈક્ષણિક કાર્ય પણ બંધ છે.
આ બાબતે આપ નેતા પ્રવિણ રામે તંત્રને આડેહાથ લેતા કહ્યું કે શું તંત્ર આ કેમિકલ યુક્ત પાણીના કારણે હજુ વધારે જાનહાનિ થાય એમની રાહ જોઈ રહ્યું છે.આપ નેતા પ્રવિણ રામે કહ્યું કે જો તાત્કાલિક ધોરણે આ કેમિકલયુક્ત પાણીનો અને મૃત્યુ પામેલા માછલાઓનો નિકાલ નહી કરવામાં આવે તો આ મુદ્દો આવનારા સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને એમના માટે જવાબદાર તંત્ર અને સરકાર રહેશે.