ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી એ.સી.ના બોક્ષની આડમાં સંતાડેલ 7.55 લાખના દારૂ સાથે 90 લાખનો મુદ્દામાલ જબ્બે

ટ્રક ડ્રાઈવરને ગંગાનગરના બૂટલેગરે 20 હજારની લાલચ આપતાં એસીના માલસામાનની આડમાં દારૂ સંતાડ્યો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી એ.સી.ના બોક્ષની આડમાં સંતાડેલ 7.55 લાખના દારૂ સાથે 90 લાખનો મુદ્દામાલ જબ્બે

ટ્રક ડ્રાઈવરને ગંગાનગરના બૂટલેગરે 20 હજારની લાલચ આપતાં એસીના માલસામાનની આડમાં દારૂ સંતાડ્યો

ગંગાનગરના બૂટલેગરે ટ્રકમાં ભરી આપેલ વિદેશી દારૂ વડોદરા ના બુટલેગરને ગોલ્ડન ચોકડી આપવાનો હતો અરવલ્લી SP શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરો માટે સેફ હેવન ગણાતી રતનપુર ચેકપોસ્ટ પર લોખંડી બંદોબસ્ત ના પગલે જેલના દ્વાર બની રહી છે શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ પર સતત બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના નિતનવા કીમિયા નિષ્ફળ બનાવી રહી છે રતનપુર ચેકપોસ્ટ પરથી ટ્રક કન્ટેનરમાં એસી માલસામાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 1392 બોટલ સહિત 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો શામળાજી PI એસ.ડી.પટેલ PSI એન.એસ.બારા તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતાં ટ્રક-કન્ટેનરને અટકાવી તલાસી લેતા ટ્રકમાં એસીના માલસમાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 116 પેટી મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે 116 પેટીમાંથી બોટલ નંગ-1392 કીં.રૂ.755460/-નો જથ્થો જપ્ત કરી ટ્રકમાં રહેલ એસીનો માલસામાન અને મોબાઇલ મળી કુલ રૂ.90.18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક તસલીમ સુલેમાન મુસલમાન (રહે,હાથિયા-ઉત્તર પ્રદેશ)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકમાં રાજસ્થાનથી ખાનગી કંપનીના એસી ભરી મહારાષ્ટ્રના ભિવંડીમાં ડીલેવરી આપવા નીકળ્યો હતો ત્યારે ગંગાનગર ટોલટેક્સ નજીક એક બૂટલેગરે અટકાવી 20 હજાર રૂપિયાની લાલચ આપી છોટા હાથીમાં રહેલ વિદેશી દારૂ ટ્રકમાં ભરી આપ્યો હતો અને ટ્રકના ભરેલ દારૂ વડોદરાના

Back to top button
error: Content is protected !!