
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી SOGની કાર્યવાહી: માલપુરના પરસોડા ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર, બે છોડ સાથે એક ઇસમ ઝડપાયો
અરવલ્લી જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના અપાયેલી હતી. તે અનુસંધાને જિલ્લા SOG દ્વારા અસરકારક કામગીરી હાથ ધરાઈ છે.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલા તેમની ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન હતા ત્યારે માહિતી મળેલી કે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરસોડા ગામના ભાવેશભાઈ જામાભાઈ મારીવાડ પોતાના કબજા ધરાવતા ખેતરમાં કપાસની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી રાખ્યું છે.બાતમીના આધારે તાત્કાલિક સ્થળ ઉપર દોડાદોડી કરીને તપાસ હાથ ધરવામાં આવી. ખેતરમાં માલિક ભાવેશભાઈ હાજર હતા, જેમની હાજરીમાં તપાસ કરતાં ગાંજાના લીલા બે છોડ મળી આવ્યા, જેઓનું કુલ વજન 416 ગ્રામ અને કિંમત આશરે રૂ. 20,800 થાય છે. તેમજ ઇસમનો એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 4,000) સહિત કુલ રૂ. 24,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.સદરી ઇસમ વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશન ખાતે NDPS Act, 1985ની કલમ 8(સી), 20(2)(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ ઇસમ
નામ: ભાવેશભાઈ જામાભાઈ મારીવાડ ઉમર: 39 વર્ષ
રહે: પરસોડા, તા. માલપુર, જિ. અરવલ્લી






