
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: SOGએ મોબાઈલ બજારમાંથી બિલ વગરના 14 મોબાઈલ સાથે વેપારીને દબોચ્યો,વેપારીઓમાં ફફડાટ
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના આઈકોનિક બસ પોર્ટ સામે આવેલ લક્ષ્મી શોપિંગ સેન્ટર સહિત બસ પોર્ટની આજુબાજુનો સમગ્ર વિસ્તાર મોબાઇલ બજાર તરીકે દેશ-દુનિયામાં જાણીતો છે મોડાસાનું મોબાઈલમાર્કેટ દેશ-વિદેશના બીલ વગરના કે ચોરીના મોબાઈલ માટે સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે જીલ્લા એસઓજી પોલીસે લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આવેલ ગેલેક્સી મોબાઈલ રીપેરીંગ નામની દુકાનમાં ત્રાટકી બીલ વગરના 56 હજારના 14 ફોન સાથે વેપારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા શહેરમાં અનેક વેપારીઓ બીલ વગરના મોબાઈલ ખુલ્લેઆમ વેચી રહ્યા હોવાનું જગજાહેર છે
અરવલ્લી પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પોલીસને મોડાસા શહેરના બસ પોર્ટ સામે આવેલ લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં ગેલેક્સી મોબાઇલ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે બિલ વગરના મોબાઇલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ એચ. પી.ગરાસીયા અને તેમની ટીમ બાતમી આધારિત દુકાનમાં રેડ કરી કાઉન્ટર પર મૂકેલા 14 સ્માર્ટ ફોનના બિલ અંગે દુકાનમાં હાજર સઈદ શિકંદર પટેલ (રહે,અલીના રેસિડેન્સી) ને મોબાઇલનું બિલ રજૂ કરવા જણાવતા સઈદ પટેલે બિલ અંગે ગલ્લા તલ્લા કરતા એસઓજી પોલીસને મોબાઇલ ચોરી ના હોવાનું જણાઈ આવતા વેપારીની અટકાયત કરી તેની વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





