
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: બે લબરમુછીયા બુટલેગર કારમાં દારૂની ડિલિવરી કરવા નીકળ્યા LCBએ દબોચી 291 બોટલ દારૂ જપ્ત કર્યો
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ જીલ્લાના માર્ગો પરથી થઈ રહેલ દેશી-વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસને સૂચના આપતા પોલીસે બુટલેગરો સામે લાલ આંખ કરી છે જીલ્લા એલસીબી પોલીસે માલવણ કેશાપુર ચોકડી નજીકથી ઇકો કારમાં વિદેશી દારૂની ડીલેવરી આપવા નીકળેલ બે યુવા બુટલેગરને ઝડપી પાડી ખેપ નિષ્ફળ બનાવી હતી પોલીસે ઇકો કારમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 74 હજાર થી વધુનો શરાબ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા શામળાજીના ઓડ ગામનો સાજન લાલજી પારઘી અને મોડાસાના છાત્રેશ્વરીનો રાહુલ મણીલાલ ખરાડી નામના બુટલેગર રાજસ્થાનના સલીયાટ ઠેકા પરથી ઇકો કારમાં વિદેશી દારૂ ભરી શામળાજી જીવણપુર બાકરોલ થઈ મોડાસા તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબીએ માલવણ કેશાપુર ચોકડી નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી બાતમી આધારીત ઇકો કાર આવતા અટકાવી કારની તલાસી લેતા ગાડીની શીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-291 કિં.રૂ.74580/- નો જથ્થો જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ ભરી આપનાર અને હેરાફેરીમાં સંડોવાયેલ જયદીપસિંહ અને સલીયાટ ઠેકા પરના સખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





