અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : કુદરતે કરવટ બદલી આકાશે કાળા ડિબાંગ વાદળો છવાતા સંચાલકો અને ખલૈયાઓ ભારે ઉચાટ
સવારે ભાદરવાનો અસહ્ય તડકો અને બપોરે હળવા પવન સાથે વાદળોની ઘેરાબંધી સાથે ઝાપટા પડતાં ગરબા રસિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે રવિવારે સાંજથી શરૂ થયેલા વરસાદી ઝાપટા મોડી રાત્રી સુધી યથાવત રહેતા મોટા ભાગના ખેલૈયાઓ ઘરમાં પૂરાઈ રહ્યા હતા વરસાદી ઝાપટાથી ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થવાની સાથે મંડપ ડેકોરેશન અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બચાવવા સંચાલકોમાં ભારે દોડધામ મચી છે આઠમાં નોરતાને વરસાદી ગ્રહણ નડવાની સંભાવનાના પગલે ગરબા રસિકોમાં નિરાશા વ્યાપી હતી ગતરોજ પડેલ વરસાદી ઝાપટાથી ખેતીને નુકસાન થવાની ભીતિના પગલે ખેડૂતોને માથે ચિંતાની લકીરો તણાઈ હતી
અરવલ્લી જીલ્લા સહિત રાજયમાંથી ચોમાસા વિદાયના અંતિમ દિવસોમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે આગામી 48 કલાક ભારે ગુજરાત માટે ભારે હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં 7 થી 8 ઈંચ વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે સોમવારે સવારે ભારે ગરમી બાદ બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાવાની સાથે વરસાદી ઝાપટું પડતાં સંચાલકો અને ખેલૈયાઓમાં રીતસરની ફાળ પડી છે ધીમા પવન સાથે કાળા ડિબાંગ વાદળો હિલોળે ચઢતા વરસાદ આઠમુ નોરતુ નહીં બગાડેની ચિંતા ગરબા રસિકોમાં જોવા મળી રહી છે