KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ

તારીખ ૧૬/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સોમવારે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમા “વસ્તી વધારો એક સમસ્યા”અને “વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો” એમ બે વિષય ઉપર ૮૩ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો “વસ્તી વધારો એક સમસ્યા” વિષય પર પ્રથમ ક્રમાંક ધો ૮ ની વિદ્યાર્થિની વરિયા નિષ્ઠા ઉમેશભાઈ મેળવ્યો હતો.”વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો” વિષય ઉપર ધો ૮ ની વિદ્યાર્થિની શિવાની રામપ્રસાદ પાંડે એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો બન્ને વિદ્યાર્થીનીઓ ને આચાર્ય અને સ્ટાફ અને મંડળ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.






