ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ બાબુ ઓ સામે ACB અને જાગૃત નાગરિકોની લાલ આંખ,ICDS વિભાગમાં પણ ચાલતી લાલીયાવાડી સામે જાગૃત નાગરિકે કરેલી અરજી બાદ તપાસનો ધમધમાટ !!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ બાબુ ઓ સામે ACB અને જાગૃત નાગરિકોની લાલ આંખ,ICDS વિભાગમાં પણ ચાલતી લાલીયાવાડી સામે જાગૃત નાગરિકે કરેલી અરજી બાદ તપાસનો ધમધમાટ !!

અરવલ્લી જિલ્લાની કચેરીઓ માં ચાલતા ભ્રષ્ટાચાર સામે જાગૃત નાગરિકો અને ACBએ લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરી છે. છેલ્લા 10 દિવસમાં ACB ની ટીમે બે કર્મચારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈ કાયદેસર સરની કાર્યવાહી હાથ ધરી છે.અરવલ્લી જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં ચાલતી લાલીયાવાડી અને ભ્રષ્ટ બાબુઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલ ICDS વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે.લાલીયાવાડી અને ભ્રષ્ટાચારના ઉઠેતા આક્ષેપ ને લઈ એક જાગૃત નાગરિકે ત્રણ માસ અગાઉ વિજિલન્સ સહિત ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ સાથે અરજી કરી હતી.અરજી ની તપાસનો ધમધમાટ ચાલતો હોવાનું લાગી રહ્યું છે.થોડાક દિવસો પહેલા ICDS કચેરીના એક કર્મચારીએ અરજદાર ને ફોન કરી કહ્યું હતું કે મિટિંગ માં હાજર રહેવાનું છે.અરજદાર મિટિંગ ના દિવસે હાજર ના હોવાથી હાજર નહિ રહેવા સ્પષ્ટ ના પાડી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.ICDS કચેરીમાં ફરજ બજાવતા એક કર્મીએ બે મહિના પૂર્વે વાયા વાયા અરજદારનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.પણ અરજદારે મળવાનો ઇન્કાર કરી દીધો હતો,વિજીલન્સ ની તપાસ પર સંપૂર્ણ પણે વિશ્વાસ હોવાની સાથે જો સંતોષકારક તપાસ નહિ લાગે તો PMO માં પણ અરજી કરવાની અરજદારે તૈયારી ઓ દર્શાવી હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

Back to top button
error: Content is protected !!