અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નકલી કચેરી અંગેની તપાસના નામે ભ્રષ્ટ બાબુઓ ને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા,ક્યારે થશે તપાસ…?
મોડાસા શહેરના તિરુપતિ રાજ બંગલોઝના રહેણાક મકાનમાં,સિંચાઈની કથિત નકલી કચેરી ચાલતી હોવાનો, બાયડના ધારાસભ્ય ધવલ સિહ ઝાલા એ રેડ કરી પર્દાફાશ કર્યો હતો,આ નકલી કચેરીમાં કામ કરતા સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી પી એમ ડામોર, વર્તમાન સિંચાઈ ના અધિકારી એન એલ પરમાર,ઊભરાણ ગ્રામ પંચાયત ના તલાટી, એચ એન રાઠોડ અને બે દ્રાઇવર સહિત પાંચ માણસોને ધવલ સિહ ઝાલા એ રંગે હાથ ઝડપી પાડ્યા હતા,આ ચકચારી કચેરી ને સરકાર ની અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર ની શાખ પર સવાલો ઉઠાવ્યા છે ઇનચાર્જ DDOના રાજ માં ભ્રષ્ટ બાબુઓ બે ફામ બન્યા છે જિલ્લા પંચાયતની સિંચાઈ, આર એન બી,આરોગ્ય,ICDS સહિતના તમામ વિભાગો ભ્રષ્ટાચાર થી ખદબદી ઉઠ્યા છે જળ સંચય યોજના અંતર્ગત મોટા પાયે તળાવો અને ગૌચર માંથી માટીની ચોરીઓ થઈ રહી છે,પરંતુ તપાસના નામે ભ્રષ્ટ બાબુઓ ને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયતનો ચાર્જ સંભાળી રહેલા જિલ્લા વિકાસ અધિકારી સામે પણ સવાલો ઉઠ્યા છે ઝડપાયેલી કથિત નકલી કચેરીની તપાસ માટે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે ઘટનાના 15 દિવસ જેટલો સમય વીતવા આવ્યો છતાં તપાસ કરતા અધિકારી હાલ તપાસ ચાલી રહી હોવાનું મીડિયા સમક્ષ રટન કરી રહ્યા છે




