હાલોલ- તાલુકાના મસવાડ ગામ પાસે મારુતિ વાન ના ચાલકે બાઈક પર સવાર સવાર સાળા બનેવી ને અડેફેટે લેતા બનેવીનુ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૮.૨૦૨૪
હાલોલ તાલુકાના મસવાડ ગામ પાસે મારુતિ વાન ના ચાલકે બાઈક સવાર સાળા બનેવી ને અડેફેટ માં લેતા બાઈક ચાલક ની પાછળ બેઠેલા જીજાજી ને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.જયારે વાન ચાલક અકસ્માત સર્જી વાન ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો. જયારે બનાવને પગલે પોલીસે પ્રાથમિક તપાસ કરી અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના મસવાડ ગામ ના નિશાળ ફળિયામાં રહેતા તખતસિંહ ઉદેસિંહ રાઠોડ ઉ.વ. 45 ના ઓ ગતરોજ મોટર સાયકલ લઇ હાલોલ તાલુકાના રાયણવાડીયા ખાતે રહેતા સાળા ગોપાલભાઈ ગણપતભાઈ પરમાર ના ઘરે આવ્યા હતા. તખતસિંહ જમી પરવારી ઘરે મસવાડ ખાતે પરત જવા નીકળતા હતા.ત્યારે તેમના સાળા ગોપલાભાઈ ને પણ મસવાડ ગામે કામ થી આવવા નું હતું તેથી સાળો બનેવી બંને સાથે મોટરસાઇકલ લઈને નીકળ્યા હતા.જેમાં ગોપાલભાઈ બાઈક ચલાવતા હતા અને બનેવી તખતસિંહ પાછળ બેઠા હતા. દરમ્યાન મસવાડ ગામ પાસે રોડ પર સામે થી એક વાન ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી હંકારી ગોપાલભાઈ અને તખતસિંહ ની બાઈક ને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં તખતસિંહને માથાના તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ પામતા તખતસિંહ ને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ માં હાલોલ ની ખાનગી હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા.જ્યાં ફરજપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરવા લાવામાં આવ્યા હતા.જયારે વાન ચાલક અકસ્માત સર્જી વાન ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો.જયારે બનાવન અંગે પોલીસ ને જાન થતા ઘટના સ્થળે દોડી આવી હતી.પ્રાથમિક તપાસ કરી પોલીસે અકસ્માત નો ગુનો નોંધી અકસ્માત સર્જી વાન ઘટના સ્થળે મૂકી ભાગી જનાર વાન ચાલક ની શોધખોળ આદરી હોવાનું જાણવા મળી આવ્યું છે. જયારે અકસ્માત માં ભોગ બનનાર તખતસિંહ ના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેમના પરિવાર ને સોંપ્યો હતો.








