
તા.૦૬.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આદિવાસી સમાજ ઉપર જાતિ વિષયક શબ્દોનું ઉચ્ચારણ કરી બહેન દીકરીઓ પર ગાળો બોલીને આદિવાસી સમાજને અપમાનિત કરનાર પર કાયદાકીય કાર્યવાહીની માંગ
કોળી સમાજના ઈસમ દ્વારા સોશિયલ મીડિયા મારફતે આદિવાસી સમાજ વિશે અઘટિત અને અપમાનિત ભાષા નો ઉપયોગ કરી આદિવાસી સમાજ ને મા-બહેનની ગાળો બોલી અપમાનિત કરતો વિડિયો RK.Thakor -1204 (આર. કે. ઠાકોર ૧૨૦૪.) નામની આઈડી, Itz-mg-1204 તેમજ બીજી આઈડી. tamara -baap koli (આદિવસીના બાપ કોલી) આવું લખીને આઈડી બનાવવામાં આવે છે.આઈડી વાળી વ્યક્તિએ આદિવાસી સમાજની બહેન દીકરીઓને અપમાનિત કરી અભદ્ર ભાષામાં ગાળો બોલીને અને ખરાબ ભાષામાં કોમેન્ટો લખીને આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે. જેથી અમારા સમાજની ઈજ્જત આબરૂ પર ઠેસ પહોંચી છે.જે વિડિયોના આધારે ગુજરાતની શાંતિ ના ડહોળાય અને જે તે વિડીયો બનાવનાર ઈસમને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારા આદિવાસી સમાજએ વિનંતી કરી છે.કે આ નરાધમ ઉપર એસ.સી.,એસ.ટી.એક્ટ મુજબ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજ એ સાયબર ક્રાઇમ દાહોદ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી





