પાવાગઢ- ચૈત્રી નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પરંતુ સુવિધાઓનો અભાવ,સૌચાલય ,પાર્કિંગ તેમજ પાણીની વ્યવસ્થા કરવાની લોકમાંગ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૩.૨૦૨૫
આગામી 30મી માર્ચ ના રોજ થી આરંભ થઇ રહેલી ચૈત્રી નવરાત્રી પર્વને લઇ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શાનર્થે આવતા યાત્રાળુઓને લઇ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે.અને તંત્ર દ્વવારા આવનાર યાત્રાળુઓને કોઈ પણ પ્રકાર ની તકલીફ ન પડે તેવી તકેદારી રાખવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.નવરાત્રી દરમ્યાન આવતા યાત્રાળુઓ ના ખાનગી વાહનો ડુંગર ઉપર લઇ જવાનો પ્રતિબંધ હોવાથી તેઓને પોતાના વાહનો તળેટીમાં પાર્ક કરવા ની ફરજ પડતી હોય છે. તળેટીના પાર્કિંગ ફૂલ થઈ જતા તેઓને પાવાગઢ થી છ કિમિ દૂર વડાતળાવ ખાતે વાહનો પાર્ક કરવા પડે છે.અને તે જગ્યા ઉપર પાર્કિંગ ના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાથી અપાર શ્રદ્ધા સાથે માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ ખોટો સંદેશો લઈને જાય છે.તે બાબતે તંત્ર એ સજાગ બની પાર્કિંગ સુવિધામાં વધારો કરવો જોઈએ અથવા તો ખોટી રીતે સરકારી જગ્યામાં પાર્કિંગ કરાવી પાર્કિંગ ના નામે જે પાર્કિંગ ફી વસુલે છે. તેઓ સામે લાલ આંખ કરવી જોઈએ. આ ઉપરાંત પાવાગઢ ડુંગર ઉપર પગપાળા જઈ રહેલા યાત્રાળુઓ માટે પાણી ની પરબો ઉભી કરવી જોઈએ ને જે પરબો બનવામાં આવેલી છે.તેને કાર્યરત કરવી જોઈએ જેને લઇ યાત્રાળુઓ ને પૈસા ખર્ચી પાણી ન લેવું પડે અને યાત્રાળુઓનો ખર્ચ બચે આ ઉપરાંત રેવા પથ થી દુધિયા તળાવ વચ્ચે કોઈ શૌચાલય નથી જેને કારણે ખાસ કરીને મહિલા યાત્રાળુઓ ને ભારે હાલાકી ભોગવાનો વારો આવે છે.યાત્રાધામ પાવાગઢ ના વિકાસ અર્થે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વવારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી યાત્રિકોની સુવિધાઓ વધારે છે.પરંતુ આરોગ્ય લક્ષી વાત કરી એ તો તે સુવિધા છે જ નહિ.પગપાળા ઉંચાઈ ઉપર ચઢવા થી તેમજ વધુ ગરમી ને કારણે કેટલાક યાત્રાળુઓને હૃદય રોગ નો હુમલો થતા તેને પ્રાથમિક સારવાર મળી રહેતી નથી. આવા બનાવો તાજેતર માં જ બન્યા છે.પાવાગઢ ડુંગર ઉપર, માંચી ડુંગર સહીત પાવાગઢ તળેટી ખાતે યોગ્ય સારવાર મળી રહે તેવી મેડિકલ સેવા ઉભી કરવી જરૂરી છે.આવા દર્દી ને ઉપર થી હેમ ખેમ મહેનત કરી નીચે તેળેટીમાં લાવે અને ત્યાંથી ખાનગી કે સરકારી વાહન માં હાલોલ લાવે ત્યાં સુધી અનર્થ બની જાય છે અને હાલોલ સરકારી દવાખાને લાવામાં આવે ત્યારે ત્યા પણ પૂરતી સુવિધાનો અભાવ હોવાથી તેને વડોદરા રીફર કરવો પડતો હૉય છે. તો તંત્ર એ મેડિકલ સુવીધા પણ ઉપલબ્ધ કરવી જોઈએ.અને ચૈત્રી નવરાત્રી પર્વ ને લઇ મળતી સુચારું આયોજન તરફ ધ્યાન આપવું જોઈએ તેવી યાત્રાળુ ઓ માં માંગ ઉઠી છે.માંચી થી ડુંગર પર પગપાળા જતા યાત્રાળુ માટે રેવા પથ પર માંચી થી દુધિયા તળાવ ની વચ્ચે ચીથરીયા ચોક ખાતે અંદાજિત ત્રણ વર્ષ અગાઉ પુરુષો તેમજ મહિલાઓ માટે અલગ અલગ એમ કુલ મળી 25, ઉપરાંત ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે.પરંતુ લાગતા વળગતા તંત્રની લાપરવાહી ના પગલે આ ટોયલેટ બ્લોકમાં પાણીનું કનેક્શન ન અપાતા આ ટોયલેટ બ્લોક શોભાના ગાંઠિયા જેવા બિન ઉપયોગી જોવા મળી રહ્યા છે.આવનાર નવરાત્રી અગાઉ તંત્ર દ્વારા આ ટોયલેટ બ્લોક માં નળ કનેક્શન આપી પાણી નો જથ્થો પહોંચતો કરવામાં આવે તો પગપાળા જતા યાત્રાળુઓને જાહેરમાં સૌચક્રિયા કરવાથી મુક્તિ મળે તેમ જણાઈ આવે છે.








