DAHODGUJARATJHALOD

ઝાલોદ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે “વર્લ્ડ હિપેટાઇટીસ ડે ” ની ઉજવણી કરવામાં આવી

તા.૨૮.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે “વર્લ્ડ હિપેટાઇટીસ ડે ” ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ તારીખ.૨૮.૦૭.૨૦૨૫ ના રોજ “૨૮ જુલાઈ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી ના ભાગરૂપે “let’s break it down ની થીમ અંતર્ગત માનનીય.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત તથા ડૉ આર. ડી. પહાડીયા ના માર્ગદર્શન હેઠળ તેમજ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના સુપ્રીન્ટેડન્ટ ડૉ પ્રતિમા મહેતાના અધ્યક્ષ સ્થાને ઝાલોદ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે “વર્લ્ડ હિપેટાઇટીસ ડે ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં . હિપેટાઈટીસ B રોગ વિશે માહિતી આપવામાં આવી હતી

હિપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે પ્રદુષિત પાણી અને ખોરાક અસુરક્ષિત લગાવવામાં આવેલ સોય સિરીંજ થી તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી માતા થી નવજાત શીશુને અસુરક્ષિત જાતીય સંબંધો રેઝર અને ટૂથબ્રશ અદલાબદલી ઉપરોકત લક્ષણો દ્વારા ફેલાય છે અને વેક્સીન વિશે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઝાલોદ હોસ્પિટલ ના- લેબોરેટરી સ્ટાફ – નર્સ સ્ટાફ – ટી. આઈ. સ્ટાફ તેમજ HRG હાજર રહ્યાં હતા.આજરોજ આ કાર્યક્રમ માં નર્સિંગ સ્ટાફ ના ઇન્ચાર્જ ધર્મિષ્ઠા મેડમ દ્વારા ” વર્લ્ડ હિપેટાઈટીસ ડે ” ના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ટી. આઈ. પ્રોજેકટ કાઉન્સેલર દ્વારા HIV/RPR/STI/TB/Hbsag – સ્પાઉસ અને પાર્ટનર ટેસ્ટિંગ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ હિપેટાઇટીસ બી ની સારવાર અને નિદાન માટેની માહિતી આપવામાં આવી હતી તેમજ આજરોજ આવેલ HRG તેમજ જનરલ કલાયન્ટના HIV/RPR/SHIPHILIS / Hbsag ના ટેસ્ટિંગ લેબ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!