અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
કેદારનાથમાં ફસાયેલ અરવલ્લીના 8 સહિત ઉત્તર ગુજરાતના 16 યાત્રીઓનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયું :બાયડના 5, ભિલોડાના 2,અને મોડાસાનો 1 યાત્રી ફસાયા હતા
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જીલ્લાના 8 સહિત ઉત્તર ગુજરાતના 16 યાત્રીઓ ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડને કારણે ફસાઈ ગયા હતા યાત્રિકો કેદારનાથ નજીક લેન્ડ સ્લાઇડિંગમાં ફસાતા યાત્રીઓ સહિત પરિવારજનો ચિંતિત બન્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ થતાં ઉત્તરાખંડ સરકાર સાથે વાતચીત કરી તમામ યાત્રિકોને હેલિકોપ્ટરની મદદથી એર લિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા યાત્રિકો અને પરિવારજનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો
કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ લિંચોલી અને ભીંબલીમાં પગપાળા માર્ગ પર ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર સહિત 7 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. જો કે હજુ 300 યાત્રાળુઓ ફસાયેલા હોવાની માહિતી સામે આવી હતી