BHARUCHNETRANG

નાંદી ફોઉન્ડેશન દ્વારા કાર્યરત નન્હીકલી પ્રોજેક્ટ દ્વારા ઝગડિયા તાલુકામાં સ્પોર્ટ કીટનું વિતરણ કરાયું… 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૯/૧૨/૨૦૨૪

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ,વાલિયા અને ઝગડિયા તાલુકામાં પાછલા ૬ વર્ષથી દિકરીઓની સ્કિલ વિકસાવવા માટે નાંદી ફોઉન્ડેશન દ્વાર પ્રોજેક્ટ નન્હીકલી કામ કરી રહ્યું છે. પહેલા આ પ્રોગ્રામ અંતર્ગત ૬૦૦૦ નન્હીકલીઓને ટેબલેટમાં લર્નીગ કરાવવામાં આવતું હતું. જેનાથી દિકરીઓની ટેકનિકલ સ્કિલ વિકસાવવામાં મદદરૂપ બન્યું હતું. ગત વર્ષે થી નવી રાષ્ટ્રીય નીતિ ૨૦૨૦ ના સિદ્ધાંતને ધ્યાને લઈ ધોરણ ૬ થી ૯ની ૬૦૦૦ જેટલી દીકરીઓને રમત ક્ષેત્રે સ્કિલ વિકસાવા માટે કાર્યરત છે

 

જેનાથી દીકરીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેના માટે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં સ્પેશિયલ ટ્રેનરો દ્વારા છોકરા-છોકરીઓને ઇનસ્કૂલ ટ્રેનીગ અને છોકરીઓ માટે આઉટડોર ગેમ્સ દોડ, લોંગ જમ્પ, કબબડી, ફૂટબૉલ, જેવી ઘણી બધી ગેમ્સમાં આગળ વધવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

 

જેને પ્રોત્સાહન મડી રહે એ માટે સેંટ ગોવિંદ ડોનર દ્વારા ઝગડિયા માં ૧૬૬૭ દીકરીઓને સપોર્ટ કરી રહ્યું છે. દીકરીઓ સ્પોર્ટ માં આગળ વધે તેના માટે ડોનર દ્વારા ઇમોરટેડ સ્પોર્ટ શૂઝ,સ્પોર્ટ ડ્રેસ,બેગ,શોક્સ,સેનેટરી પેડની ઝગડિયા ખાતે આવેલ શ્રી દીવાનધનજી હાઇસ્કૂલની નન્હીકલીને સેંટ ગોવિંદ CSR ના HR-હેમંતભાઈ,ટીમ લીડર-ગોકુલ સાવલિયા,એન્જિનયર પ્રોડક્શન –રમીઝભાઈ,પ્લાન HR-ભાર્ગવસિંહ રાઠોડ,પ્લાન કન્ટ્રોલર-સ્નેહ સિંહ તેમજ શાળા ના આચાર્યો,શિક્ષક મિત્રો,KCMT ના મેમ્બર સાચીબેન,પ્રોગ્રામ ઓફિસર નૂતનબેન,તેમજ નનહી કાલી પ્રોજેક્ટના ટીમ મેમ્બરો દ્વારા દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!