વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરતું રહે છે.આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે “પીએમ કિસાન સમ્મેલન” અંતર્ગત લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસારણમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોને રાષ્ટ્ર માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે આ લાઈવ પ્રસારણની સાથે સાથે સ્પોન્સર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ સ્પોન્સર તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર્ના વૈજ્ઞાનિકો હર્ષદ પ્રજાપતિ, પ્રતીક જાવિયા, બિપિન વહૂનીયા, સાગર પટેલ અને ખેતીવાડી અધિકારી કશ્યપ પટેલ દ્વારા વિવિધ વિષયની તાંત્રિક માહિતી આપવામાં આવી હતી, આ લાઈવ પ્રસારણ કમ તાલીમ કાર્યક્રમમાં ૧૨૦ થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.