
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ભાજપને મોટો લાભ : મેઘરજની ભૂતિયા તાલુકા પંચાયત બેઠક બિનહરીફ જાહેર

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મેઘરજ તાલુકામાં મહત્વપૂર્ણ રાજકીય પરિસ્થિતિ સર્જાઈ છે. મેઘરજ તાલુકાની ભૂતિયા તાલુકા પંચાયત બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપને સીધો રાજકીય લાભ મળ્યો છે.આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જોકે, તપાસ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ અને આપના ઉમેદવારોના ફોર્મ અમાન્ય જાહેર થતા ચૂંટણીમાં માત્ર ભાજપના ઉમેદવાર જ મેદાનમાં રહ્યા હતા.પરિણામે, ભૂતિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાઠોડ સુખીબેન રૂપાભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.આ ઘટનાથી મેઘરજ તાલુકામાં ભાજપે એક તાલુકા પંચાયત બેઠક પર બિનહરીફ કબ્જો જમાવ્યો છે. રાજકીય વિશ્લેષકોના મત અનુસાર, આ જીત ભાજપ માટે સ્થાનિક સ્તરે મજબૂતીનું સંકેત માનવામાં આવી રહી છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ પરિસ્થિતિ પડકારરૂપ બની છે.ચૂંટણી દરમિયાન ઉમેદવારી ફોર્મ અમાન્ય થવાની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવવાની શક્યતા છે.






