
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
મોડાસા : પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો & FPO ના સભાસદમાં ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ દ્વારા આયોજિત આર કે વી વાય પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ એફ પીઓના સભાસદોમાં ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ ખેડૂત તાલીમ ભવન મોડાસા ખાતે યોજાઈ ગયો જેમાં મોડાસા ખાતે વિવિધ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય તાલીમમાં પ્રાકૃતિ ખેતી ની પદ્ધતિ સહીત પાકોની માવજત અંતર્ગત માહિતી આપવામાં આવી હતી ઉપરાત FPO દ્વારા ખેડૂતો ને કઈ રીતે જોડી સભાસદ બનાવવા આવે અને સભાસદ દ્વારા ખેડૂતને સીધો ફાયદો કઈ રીતે થાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી વધુમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા દ્વારા જિલ્લાની અંદર તાલીમ કાર્યક્રમ પણ યોજાયો હતો આ બે દિવસીય તાલીમમાં ખેડૂતો એ લાભ લીધો હતો બે દિવસ તાલીમ દરમિયાન ચા નાસ્તા તેમજ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું





