પ્રયાગરાજ શ્રદ્ધાળુઓથી ઉભરાયું, પ્રયાગરાજ જ નહીં MP સુધી લોકો ચક્કાજામથી પરેશાન
મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે આખું શહેર ભરાયેલું છે. પાછળના ત્રણ દિવસમાં જ પ્રયાગરાજમાં 15 લાખથી વધુ વાહનો પહોંચ્યા હતા.એટલુ જ નહીં, દર એક કલાકે 8 હજાર જેટલા વાહનો સંગમ ઘાટ પર પહોંચે છે.ભક્તોની ભારે ભીડ માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ રેલ્વે સ્ટેશનો પર પણ જોવા મળી રહી છે.
3 જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 43 કરોડ લોકોએ ડૂબકી લગાવી છે. એવામાં લોકો પ્રયાગરાજ ટ્રાફિક જામથી પરેશાન છે. હજુ મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે એટલે કે મહાકુંભમાના હજુ 16 દિવસ બાકી છે. એવામાં જો તમે પણ મહાકુંભ જવાનું વિચારી રહ્યા હોય તો નીકળતાં પહેલા ટ્રાફિકની સ્થિતિ અવશ્ય તપાસો. જો તમે આવું ન કરો તો તમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર છેલ્લા 70 કલાકથી સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા ભારે ટ્રાફિક જામને કારણે મહાકુંભમાં જઈ રહેલા હજારો શ્રદ્ધાળુઓ નેશનલ હાઇવે પર ફસાયેલા છે. અહેવાલો અનુસાર, લગભગ 300 કિલોમીટરના માર્ગ પર જામના કારણે વાહનો આગળ વધી શકતા નથી.
12 ફેબ્રુઆરીના દિવસે માઘ પૂર્ણિમા પણ છે, આ દિવસે કુંભમાં સ્નાન કરનાર ભક્તોની વધુ ભીડ હોય છે. તેમજ મહાકુંભના કારણે કાશી અને અયોધ્યામાં દર્શન કરવા આવતા લોકોનો ધસારો પણ વધી ગયો છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.
15મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ જવાનું ટાળો. તેમજ 12મી ફેબ્રુઆરીએ માઘ સ્નાન પર પણ ભક્તોની ભીડ રહેશે. તેમજ 13મી ફેબ્રુઆરીએ બાકી રહેલા ભક્તો સ્નાન કરશે. 15મી સુધી અયોધ્યા-કાશીના દર્શન કરીને ભક્તો ટ્રેનમાં ઘરે જવા નીકળી જશે. આથી આ દિવસો દરમિયાન સંગમ જવાનું ટાળો.
બિહારના સમસ્તિપુર રેલ્વે સ્ટેશન પર ફ્રીડમ ફાઇટર એક્સપ્રેસ ટ્રેન ઉભી રહે છે અને ભક્તોની ભારે ભીડ અંદર પ્રવેશવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે. અને થોડીવારમાં, આ ટ્રેન ખીચોખીચ ભરાઈ જાય છે અને હજારોની સંખ્યામાં લોકો લાચાર રીતે પ્લેટફોર્મ પર ઉભા રહેલા જોવા મળે છે. સ્ટેશન પર ભીડ એટલી હદે વધી ગઇ છે કે સ્ટેશન પર રહેલા કુલી ઈમરજન્સી વિન્ડો ખોલીને પેસેન્જરો પાસેથી 1 હજાર રૂપિયા લઇને ટ્રેનની અંદર બેસાડી રહ્યા છે.પરંતુ ટ્રેનમાં ભીડ એટલી હદે વધી ગઇ છે કે જનરલ કોચ અને સ્લીપર કોચ બંને એક જેવા જ જોવા મળી રહ્યા છે.આટલી હદે ભીડ હોવા છતા લોકો પ્રયાગરાજ જવા માટે ટ્રેનમાં ચઢી રહ્યા છે.આવી દૂરદશા લગભગ સંગરનગરીથી 500 KM દૂર સમસ્તિપુરની છે.તે પરથી અનુમાન લગાવી શકાય છે કે દેશભરમાંથી કેટલી મોટી સંખ્યામાં ભક્તો પ્રાયાગરાજ પહોંચી રહ્યા છે.
માત્ર સમસ્તિપુર રેલ્વે સ્ટેશન જ નહીં, પણ મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હીના તમામ રેલ્વે સ્ટેશનો પર પણ ભીડની સરખી સ્થિતિ છે. રસ્તા પર ઘણા કિલોમીટરનો જામ છે, જામને કારણે પ્રયાગરાજ પ્રવેશતા પહેલા વાહનોને પરત મોકલાઇ રહ્યા છે.રસ્તાઓ પર વાહનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. રેલ્વે સ્ટેશનો પર પણ મોટી સંખ્યામાં ભક્તોની ઘોડાપૂર ઉમટ્યું છે અને પ્રયાગરાજ જતી ટ્રેનોમાં બેસવાની પણ જગ્યા નથી.જ્યારે સરકારે પ્રયાગરાજ જવા માટે 100 થી વધુ સ્પેશયલ ટ્રેન પણ ફાળવી છે તો પણ આવી સ્થિતી છે.
આ સદીનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો પ્રાયાગરાજમાં ચાલી રહ્યો છે અને લાખો ભક્તો મહાકુંભમાં દરરોજ પવિત્ર સ્નાન કરી રહ્યા છે. મૌની અમાવાસ્યા પરના કુંભ મેળામાં વિસ્તારમાં નાસભાગ થયા પછી વહીવટ વધુ સાતર્ક છે અને આને કારણે, પ્રાયાગરાજમાં મર્યાદિત સંખ્યામાં ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ કારણોસર, જુદા જુદા જિલ્લાઓથી પ્રયાગરાજ તરફના માર્ગો પર ઘણા કિલોમીટરનો ટ્રાફિક જામ છે અને લોકોને 8-10 કલાક સુધી જામમાં અટવાઇ જવું પડ્યું છે. 13 જાન્યુઆરીથી, 40 કરોડથી વધુ ભક્તોએ સંગમ સ્નાન કર્યુ છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.
મહાકુંભમાં સ્નાન કરવા માટે દરરોજ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે આખું શહેર ભરાયેલું છે. પાછળના ત્રણ દિવસમાં જ પ્રયાગરાજમાં 15 લાખથી વધુ વાહનો પહોંચ્યા હતા. રવિવારે, લગભગ 1.5 કરોડ ભક્તોએ એક દિવસમાં અહીં સ્નાન કર્યું. ભીડ અને ભયંકર ટ્રાફિક જામનુ દ્રશ્ય જોઇને આખુ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે.તેમ છતાં, મહાકુંભમાં ભક્તોની ભીડ થમવાનું નામ નથી લઇ રહી.જ્યારે મૌની અમાવાસ્યાના સ્નાન પછી મોટાભાગના અખડાઓ કુંભથી રવાના થયા છે. પરંતુ હવે દરેક લોકો બુધવારે આવનારી પૂનમના સ્નાની રાહ જોઇને બેઠા છે.એટલા જ માટે લોકો પ્રયાગરાજમાં રોકાઇ ગયા છે.
ભીડ એટલી હદે વધી ગઇ છે કે પ્રયાગરાજનું સંગમ રેલ્વે સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાની ફરજ પડી છે રીવા, ચિત્રકૂટ, મિર્ઝાપુર, વારાણસી, જૌનપુર, લખનૌ, પ્રતાપગઢ કાનપુર, કૌશંબીથી આવવા વાળા રસ્તા પર વાહનોનો ધસારો છે. રવિવારે, ઝુન્સી, નૈની, પ્રાયગરાજના ફફામૌ વિસ્તારમાં લગભગ 10 કિલોમીટરનો જામ હતો. મોટાભાગના લોકો ખાનગી વાહનો દ્વારા અવિગરાજ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આને કારણે, રસ્તાઓ પર વાહનો જામ થઈ રહ્યા છે.
પ્રયાગરાજના 7 રસ્તા પર બાંધવામાં આવેલા કુલ 112 પાર્કિંગમાંથી, હવે ફક્ત 36 પાર્કિંગ જોવા મળે છે. આ જ કારણ છે કે ખાનગી વાહનોનો કાફલો પ્રયાગરાજ તરફ આગળ વધી રહ્યો છે અને પાર્કિંગની વ્યવસ્થાના અભાવને કારણે, રસ્તાઓ પર લાંબો જામ છે. આ સિવાય મોટી સંખ્યામાં પરત ફરતા વાહનોને કારણે મોટા હાઇવે જામ થઇ ગયા છે. રસ્તાઓ પર ફસાયેલા લોકો પ્રયાગરાજ પોલીસને સોશિયલ મીડિયા દ્વારા જામ ખોલવાની અપીલ કરી રહ્યા છે.