ARAVALLIMEGHRAJMODASA

ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા સરપંચો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન રેલ્લાવાડા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા સરપંચો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન રેલ્લાવાડા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારના ગામોના સરપંચો તથા ઉપસરપંચો સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે રેલાવાડા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી

મળતી માહિતી મુજબ, કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક  જે.ડી. વાઘેલા સાહેબ ઉપસ્થિત રહી સરપંચઓ માર્ગદર્શન અપાયુ હતું. પોલીસ અને ગ્રામ પંચાયત વચ્ચે વધુ સારો સમન્વય, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરવા ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. પલાશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારના તમામ સરપંચ ઓ તથા ઉપસરપંચ ઓને તેમજ આગેવાનો અને વિસ્તારના સામાજિક કાર્યકરો સહિત અનેક લોકો મિટિંગમાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા અને જનજાગૃતિને લઈને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે ચા – નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સરપંચોના વિવિધ પ્રશ્નો ને સાંભરી ઝડપથી નિકાલ લાવવામાં ખાતરી આપવામાં આવી હતી આમ શાંતિ પૂર્ણ રીતે ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!