
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાતા શિયાળાની શરૂઆતનો અહેસાસ
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાતા શિયાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે. શામળાજી સહિતના ગિરિમાળાવાળા વિસ્તારોમાં મીની કાશ્મીર જેવા આહલાદાયક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઠંડી વધતા વાતાવરણમાં ઠાર ઠંડક છવાઈ ગઈ હતી.
વહેલી સવારે રસ્તાઓ અને ખેતરો પર ઘનઘોર ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી.ધુમ્મસ ભરાયેલા આ દ્રશ્યોને જોઈ સ્થાનિકો તથા પ્રવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. શામળાજી ગિરિમાળા વિસ્તાર ધુમ્મસના કારણે મંત્રમુગ્ધ દ્રશ્યોમાં પરિવર્તિત થઈ ગયો હતો, જેને જોઈ લોકો શિયાળાની ઋતુની શરૂઆતનો આનંદ માણતા જોવા મળ્યા હતા.





