
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો સામે જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, સર્વેયર, ફિશરીઝ વિભાગ, પર્યાવરણ વિભાગ અને પોલીસની હાજરીમાં સ્થળ પર સર્વે કરવામાં આવ્યો હતો.
સર્વે દરમિયાન સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણોને ચિહ્નિત કરી પાંચ JCB મશીનોની મદદથી ત્રણ ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના કોઈપણ ગેરકાયદેસર કબજાને બર્દાશ્ત કરવામાં આવશે નહીં અને આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે.



