વડગામ તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ શ્રી નુ સન્માન કરવામાં આવ્યું
9 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
વડગામ તાલુકા પંચાયત ના નવ નિયુકત ટીડીઓ શ્રી નરેશભાઈ હટાર નુ ગુલાબસિહ વાઘેલા, પૂર્વ સંરપચ શ્રી સકલાણા ગ્રામ પંચાયત, ઉદેસિહ ભાટી ફતેપુર રાષ્ટ્રીય ગુરૂ વંદના મંચ ગુજરાત, જિલ્લા કિશાન કોંગ્રેસ ના ઉપ પ્રમુખ જવાનજી હડીયોલ તેમજ ઉદેસિહ એન દેવડા રૂપાલ, દેવજીભાઈ જી ધુળીયા આંબતપુરા, પરથીભાઈ જે ચૌધરી પૂર્વ સંરપચ શ્રી નવી સેંધણી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ના ટી,ડી,ઓ નુ ફુલહાર શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત ના ટી,ડી,ઓ શ્રી દ્વારા વડગામ તાલુકા માં સ્વચ્છતા હી સેવા અંતર્ગત દર મંગળવાર નારોજ સફાઈ અભિયાન હાથ ધરેલ હોય ત્યારે સરકાર શ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દિલ્લી ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી ના દિવસે સફાઇ અભિયાન એવોર્ડ આપતા આવેલ મહાનુભાવો દ્વારા ટીડીઓ શ્રી નરેશભાઈ હટાર ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી





