
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી બોર્ડર પરથી દારૂ ભરેલી i20 કાર ઝડપાઈ, હરિયાણાના મોહિત નામના આરોપીની ધરપકડ, એક ફરાર
શામળાજી પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચેકિંગ દરમિયાન સફેદ રંગની Hyundai i20 કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ ₹8,09,416 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, વિરેન્દ્રસિંહ યાદવ અને મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી સઘન ચેકિંગ અને બોર્ડર વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અણસોલ ચેકપોસ્ટ પર બાતમીના આધારે કારને રોકી તપાસ હાથ ધરાઈ હતી.
કારની તલાશી લેતા ગાડીની સીટ નીચે અને પાછળના ડેકીમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 18 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 1,488 પ્લાસ્ટિક ક્વાર્ટર મળ્યા હતા, જેની કિંમત ₹3,04,416 હોવાનું સામે આવ્યું. સાથે મોબાઇલ ફોન અને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.
પોલીસે હરિયાણાના મોહીત રાકેશ નારાયણસિંહ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પાયલોટિંગ કરનાર સોનુ લુહાર હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે.
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
વિદેશી દારૂના 1,488 પ્લાસ્ટિક ક્વાર્ટર – ₹3,04,416
મોબાઇલ ફોન – ₹5,000
Hyundai i20 કાર – ₹5,00,000
કુલ મુદ્દામાલ – ₹8,09,416





