GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર કોંગ્રેસ ભાજપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગનું એલાન તાલુકામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર ભાજપના ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ

વિજાપુર કોંગ્રેસ ભાજપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગનું એલાન
તાલુકામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર ભાજપના ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ
મહેસાણા લોકસભામાં કોંગ્રેસના ઠાકોર અને ભાજપના પાટીદાર ઉમેદવાર મૂક્યા છે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 બેઠક ઉપર ભાજપે સૌથી વહેલા કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ક્ષત્રિય ઉમેદવાર સીજે ચાવડાને ટીકીટ આપી જાહેર કર્યા બાદ કેટલાક કોંગ્રેસ ના કાર્યકરોને સાથે લઈ ગયા હતા. અને તેઓની સાથે પ્રચાર પણ શરૂ કરી દીધો છે જેમાં તેઓએ ઘણા ગામડાઓ ખૂંદી વળ્યાં છે જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી કરવામાં સમય વધુ સમય વેડફાઈ કાઢ્યો હતો. તેમ છતાંય ઉમેદવાર પસંદ કરવામાં કાચું કાપ્યું નથી અને પાટીદાર સમાજના કોંગ્રેસ સાથે શંકળાયેલ પરિવાર ના ચહેરા ને પસંદગી કરી દિનેશ તુલસીભાઈ પટેલ ને ટીકીટ આપતા હવે રાજકીય જંગ રસપ્રદ બન્યો છે જીલ્લાની લેબોરેટરી ની રાજકીય પરાશીશી ગણાતી વિજાપુર વિધાનસભા 26 બેઠક ઉપર પેટા ચૂંટણી માં પાટીદાર સમાજ અને ઠાકોર સમાજનું વધુ વર્ચસ્વ રહ્યું છે.આ વખતે ભાજપે પ્રથમ વખત કોંગ્રેસ માંથી બોલાવી ક્ષત્રિય સમાજ ના સીજે ચાવડા ને ટીકીટ આપી પાટીદાર સમાજનું પત્તુ કાપ્યું છે. જ્યારે કોંગ્રેસે પાટીદાર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સમાજનું બેલેન્સ જાળવી રાખી પાટીદાર સમાજને ટીકીટ આપી છે. લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસે રામજી ઠાકોર ને ટીકીટ આપી છે અને ભાજપે પાટીદાર સમાજના હરિભાઈ પટેલ ને ટીકીટ આપી છે પણ તાલુકાનું રાજકારણ કઈક અલગ પ્રકારનો છે. અહીં કોંગ્રેસ માંથી પાટીદાર ઉમેદવાર પણ ચૂંટાયેલા છે. તો ક્ષત્રિય સમાજ તેમજ ઇતર માંથી રાવલ બ્રાહ્મણ સમાજના ઉમેદવારો ચૂંટાયેલા છે. કહેવા જઈએ તો આ બેઠક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘણી વખત હરીફાઈની બેઠક બની છે જોકે ભાજપ દ્વારા હરહમેંશા પાટીદાર ચહેરો જ મૂકીને જીત મેળવી છે જોકે આ વખતે ચિત્ર કંઈક જુદુ બન્યુ છે.ભાજપે વિધાનસભા માં કોંગ્રેસ સામે કોંગ્રેસ નો ચહેરો મૂક્યો છે.ભાજપે પાટીદાર ચહેરા ઉપર પૂર્ણ વિરામ મુક્યો છે.જેને લઇને રાજકીય વિશ્લેષકો હવે ક્યુ ગણિત માંડશે તે હવે રાજ્કીય હવા જેમ ગરમ બનશે તેમ રસપ્રદ પણ બનશે તે નક્કી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!