ARAVALLIMODASA

અરવલ્લી ગિરિમાળા – સુપ્રીમ કોર્ટના સ્ટે ને જિલ્લા કોંગ્રેસ નો આવકાર.આ મુદ્દો ઉજાગર કરનાર તમામ નો આભાર વ્યક્ત કરાયો 

અરવલ્લી

અહેવાલ:- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી ગિરિમાળા – સુપ્રીમ કોર્ટના સ્ટે ને જિલ્લા કોંગ્રેસ નો આવકાર.આ મુદ્દો ઉજાગર કરનાર તમામ નો આભાર વ્યક્ત કરાયો

અરવલ્લી ગિરિમાળામાં ચાલી રહેલા ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓમોટો લઈ આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે અને નવેમ્બર માસમાં આપેલા પોતાના અગાઉના આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવ્યો છે .જે બાબતનું અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આવકારે છે.સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અગાઉના આદેશનો અમલ હાલ નહીં કરવામાં આવે તેમજ સમગ્ર મામલે સર્વે અને રિસર્ચ માટે નવી સમિતિ રચવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્ર સરકાર તથા ચાર રાજ્યોને નોટિસ ફટકારવામાં આવી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.અરવલ્લી ગિરિમાળા માત્ર પથ્થરો નથી, પરંતુ તે ગુજરાતની પર્યાવરણીય સુરક્ષા, ભૂગર્ભ જળસંચય, જૈવિવિધતા અને સ્થાનિક જનજીવન માટે જીવનરેખા સમાન છે. તેથી ખનન માટે નક્કી કરાયેલી ૧૦૦ મીટરની મર્યાદા સંપૂર્ણપણે દૂર થવી જોઈએ –તેવી અમારી સ્પષ્ટ અને દૃઢ માંગ હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું.આ સમગ્ર ન્યાયિક પ્રક્રિયા સુધી મુદ્દો પહોંચાડવામાં પર્યાવરણપ્રેમીઓ, જાગૃત નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ એકજુટ થઈ જે સંઘર્ષ કર્યો છે તે પ્રશંસનીય છે. તેમની જાગૃતિ અને સતત પ્રયાસોના પરિણામે આજે અરવલ્લી બચાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. હું, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી, આવા તમામ લોકોને દિલથી અભિનંદન પાઠવું છું.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પર્યાવરણની રક્ષા માટે અને અરવલ્લી ગિરિમાળાને ખનનથી મુક્ત રાખવા માટે કાનૂની, લોકશાહી અને જનજાગૃતિ ના તમામ માર્ગો ચાલુ રાખશે.

Back to top button
error: Content is protected !!