ARAVALLIMODASA

અરવલ્લી : મહત્વના હોદ્દેદાર યુવા નેતાઓ મોજમજાના મામલે ચારેકોર ચર્ચાઓ જામી , માલપુર તાલુકાના અલગ અલગ ગામના યુવા નેતાઓ હોવાની ચર્ચાઓ વહેતી થઈ..!!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મહત્વના હોદ્દેદાર યુવા નેતાઓ મોજમજાના મામલે ચારેકોર ચર્ચાઓ જામી , માલપુર તાલુકાના અલગ અલગ ગામના યુવા નેતાઓ હોવાની ચર્ચાઓ વહેતી થઈ..!!!!

અરવલ્લી જિલ્લામાં ગઈ કાલની સોશિયલ મીડિયામાં 2 યુવા નેતાઓ ને લઇ ચર્ચાઓ જામી છે જેમાં એક જાણીતી પાર્ટીના બે યુવા હોદ્દેદારોને લઈને ચર્ચાનો વિષય ઉભો થયો છે. મળતી માહિતી મુજબ બન્ને નેતાઓ એક તાલુકા અને અલગ અલગ ગામના બંને એ શહેરી વિસ્તારમાં બપોરના સમયે એક રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનમાં પહોંચ્યા હોવાની પણ ચર્ચાઓ જામી હતી અને આ સમગ્ર બાબતની જાણ થતા કેટલાક જાગૃત યુવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને ખેલ પાડી દીધો હોવાની પણ ચર્ચાઓ જામી છે સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે યુવાનોએ ત્યાં હાજર નેતાઓ સાથે એક મહિલાનો વીડિયો બનાવ્યો હોવાની પણ વાતો વહેતી થઈ છે બીજી તરફ બન્ને યુવા નેતાઓ પક્ષમાં મહત્વના હોદ્દા પણ ધરાવતા હોવાની વિગત જાણવા મળેલ છે જાગૃત નાગરિકોએ વિડિઓ બનાવાતો હોવાનું ધ્યાનમાં આવતા બન્ને નેતાઓએ સ્થળ પરથી છટકી જઈ તાત્કાલિક રીતે નીકળી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. બંને પરણિત અને પોતાના પરિવારમાં સુસ્થાપિત જીવન ધરાવતા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.જોકે ગઈ કાલથી જે પ્રકારે નેતાઓના નામે જે વાતો વહેતી થઈ છે જેને લઇ સમગ્ર જિલ્લામાં હોદો ધરાવતા રાજકીય પાર્ટીના આગેવાનો માં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે આ સમગ્ર ઘટનાએ જિલ્લાના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ જોવા નથી મળી. બીજી તરફ માલપુર તાલુકાના એક પાર્ટીના ચાલુ મહામંત્રી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા હોવાની પણ વાતો વહેતી થઈ છે ત્યારે હાલ તો ચારે કોર ચર્ચાઓ જામી છે કે ખરેખર કોણ છે એ બે નેતાઓ કે જેમણે લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જામી છે.જોકે સમગ્ર ઘટના ને લઈ વાત્સલ્યમ સમાચાર પૃષ્ટિ કરતું નથી

Back to top button
error: Content is protected !!