MULISURENDRANAGAR

મૂળી પંથકમાં પાણી ચોરી કરતા બે ખેડૂતો સામે ફોજદારી કાર્યવાહી

તા.07/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લાના મૂળી અને થાન તાલુકામાંથી પસાર થતી આ પાઈપલાઈનમાં અવાર નવાર પાણી ચોરીની ફરીયાદો સામે આવે છે ત્યારે ગુજરાત વોટરવર્કસ ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને ધરતી ઈન્ફ્રાએ સાથે મળી માર્ચ 2023 માં મુળી પંથકમાં પાણીચોરી ડામવા ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમાં જનરલ મેનેજર કોમલ અડાલજા, આસીસ્ટન્ટ મેનેજર અનીરૂધ્ધસીંહ ડોડીયા, સુપરવાઈઝર ભાવેશ કાનાણી સહીતના ઓએ વીવીધ ટીમ બનાવી ચેકીંગ હાથ ધર્યુ હત જેમાં મુળી તાલુકાના દાણાવાડા અને ખાટડીની સીમમાં પાણી ચોરી થતી સામે આવી હતી જેમાં કંપનીના કર્મી જયપાલસીંહ રમેશચંદ્ર બારડે તા. 5 મેના રોજ મોડી સાંજે મુળી પોલીસ મથકે 2 ખેડૂતો દાણાવાડાના મેરૂભાઈ દેવજીભાઈ રબારી અને ખાટડીના ભીખાભાઈ લાલજીભાઈ કોળી સામે સાર્વજનીક મીલકતને નુકશાન કર્યાની કલમો સાથે ફરીયાદ નોંધાવી છે બનાવની વધુ તપાસ એસ.જી. ચૌહાણ ચલાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ શખ્સો અગાઉ પણ પાણીચોરી કરતા ધ્યાને આવ્યા છે જેમાં મેરૂભાઈના ખેતરમાં બીજીવાર અને ભીખાભાઈના ખેતરમાં ત્રીજીવાર અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખી પાણી ચોરી સામે આવી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!