
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : વરસાદ ખેંચાતા અરવલ્લીના ખેડૂત ચિંતામાં :વરસાદ ના થાય તો ખેડૂતનું વાવેતર નિષ્ફળતા ને આરે
અરવલ્લી જિલ્લા માં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતા માં જિલ્લા માં ખેડૂતો એ વરસાદ ની આશાએ 3200 હેક્ટર જમીન માં ચોમાસુ વાવેતર કર્યું,જો એક સપ્તાહ માં વરસાદ ના થાય તો ખેડૂતનું વાવેતર નિષ્ફળતા ને આરે
સામાન્ય રીતે 15 થી 20 જૂન વચ્ચે અરવલ્લી જિલ્લા માં ખેતી લાયક વરસાદ થતો હોય છે ત્યારે 10 જૂન બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત પણ થઈ હતી એ આધારે જિલ્લા ના ખેડૂતો એ ચોમાસુ વાવેતર પણ કરી દીધું છે હાલ જિલ્લા માં ખેડૂતો એ 3200 હેક્ટર જમીન માં કપાસ, મગફળી,સોયાબીન,મકાઈ અને ઘાસચારા નું વાવેતર કર્યું છે ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવ ના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે આજે 22 તારીખ થઈ છતાં વરસાદ નથી જેથી આ વાવેતર નિષ્ફળ જવાની તૈયારી માં છે હાલ ખેડૂત વરસાદ ની ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે ત્યારે ખેડૂત ને વરસાદ ના અભાવે વાવેતર માં નુકશાન વેઠવાનો વારો આવે એવી સ્થિતિ પેદા થઈ છે ખેડૂતો એ ડ્રિપ પણ ગોઠવી રાખી છે જો એકાદ બે વરસાદ આવે અને પેટાડ માં પાણી આવે તો ને વરસાદ બંધ થઈ જાય તો ડ્રિપ દ્વારા પણ પાક ને બચાવવા પાણી આપી શકાય પરંતુ હાલ બિલકુલ પાણી નથી જેથી જો વરસાદ ના આવે તો પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારી માં છે
જિલ્લા માં આ સિઝન માં 3200 હેક્ટર જમીન માં ચોમાસુ વાવેતર કરેલ છે
કપાસ – 1582 હેક્ટર
મગફળી – 739 હેક્ટર
સોયાબીન – 110 હેક્ટર
શાકભાજી – 317 હેક્ટર
ઘાસચારો – 454 હેક્ટર
મકાઈ – 11 હેક્ટર
આમ જો આ સપ્તાહ માં વરસાદ ના થાય તો ખેડૂતો એ કરેલ 3200 હેક્ટર જમીન નું વાવેતર નિષ્ફળ જવાની તૈયારી માં છે





