CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી તાલુકાના દુગ્ધા અને ધારસીમેલ ગામ ખાતે પંચાયતના સહયોગથી વિનામૂલ્ય આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

મૂકેશ પરમાર નસવાડી 

તારીખ 19 અને 20 ફેબ્રુઆરી 2025 ના રોજ દુગ્ધા અને ધારસીમેલ ગામ ખાતે પંચાયતના સહયોગથી વિનામૂલ્ય આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગમાંથી ધારસીમેલ ના મેડિકલ ઓફિસર ડોક્ટર ક્રીતેશ વ્યાસ, દુગ્ધા ગામના સરપંચ શ્રી બચુભાઈ ડુ.ભીલ, ધારસીમલના સરપંચ શ્રી રમેશભાઈ ડુ.ભીલ, વિસ્તારના લીડર શામજીભાઈ, રણજીતભાઈ હાજર રહ્યા હતા.નિષ્ણાત સ્પેશિયલ ડોક્ટર દ્વારા જેવા કે હાડકાના ડોક્ટર,એમ ડી ફિઝિશિયન, જનરલ ફિઝિશિયન અને આંખની તપાસ કરી ચશ્મા અને દવાગો‌‌‍ળી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી.જેમાં બે દિવસમાં કુલ 407 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની સુવિધા મળી રહે તે હેતુ થી આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!