
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા ડેપો ની હિંમતનગર થી મેઘરજ રૂટની બસ સેવા રિટર્નમાં માત્ર શામળાજી સુધી, શનિવારે સદંતર બંધ.. ફરિયાદ કરવી તો કોને કરવી. મુસાફળોમાં રોષ
ભિલોડા ડેપો ની મેઘરજ થી હિંમતનગર રુટ ની બસ ટૂંકાવી શામળાજી સુધી સંચાલન કરવામાં આવતા મુસાફરોમાં રોષ પહેલા આં બસ સેવા નિયમિત રીતે હિંમતનગર થી મેઘરજ અને મેઘરજ થી હિંમતનગર ચાલુ હતી બે ત્રણ મહિનાથી આં બસ સેવા અવાર નવાર આ બસ નો રુટ ડેપો ના અધિકારી ઓ દ્વારા બંધ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ફરિયાદો ઉઠી
ભિલોડા એસ ટી ડેપો દ્વારા સંચાલિત શામળાજી મેઘરજ ગ્રામ્ય વિસ્તાર માં આવતા રુટ દર શનિવાર રવિવારે બંધ રાખવામાં આવે છે મુસાફરો વિદ્યાર્થીઓ ને ખુબ તકલીફ નો સામનો કરવો પડે છે બસ બંધ રહેવાથી પ્રાઇવેટ સાધન માં ટુટક ટુટક ડબલ ભાડા ખર્ચ કરી મુસાફરી કરવાની ફરજ પડે છે અને છેલ્લા કેટલાક સમય થી સાંજે 4.00 કલાકે ઉપડતી મેઘરજ થી હિંમતનગર તરફ જતી બસ નો રુટ પણ શામળાજી સુધી ટૂંકાવી ને દોડાવામાં આવે છે આ બસ સાંજે હિંમતનગર તરફ જતા મુસાફરો માટે ખુબ ઉપયોગીછે આ બસ નો રૂટ વિસ્તાર માં ખુબ જુના રુટ ની ચાલતી બસ છે જેને ભિલોડા ડેપોના જવાબદાર વ્યક્તિઓ દ્વારા અવાર નવાર રૂટ બંધ કરવામાં આવો હોવાની ફરિયાદો વધી છે અને વિસ્તારના લોકો ને હેરાન કરવામાં આવે છે આ બાબતે વિસ્તાર ના પ્રતિનિધિઓ મુસાફરો દ્વારા ભિલોડા ડેપો માં અવાર નવાર રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ ભિલોડા ડેપો ના અધિકારીઓ ને શામળાજી વિસ્તાર ની બસ ના રુટ ચલાવામાં રસ ના હોય તેમ ઉડાઉ જવાબ આપવામાં આવે છે વિસ્તાર વતી માંગણી છે કે આ બધા રુટ દરરોજ ચાલુ રહે અને મેઘરજ થી હિંમતનગર બસ નો રુટ પાછો હિંમતનગર સુધી દોડાવામાં આવે તેવી માંગ સાથે જાગૃત નાગરિકે વેદના વ્યકત કરતા જણાવ્યું હતું




