
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – મુનશીવાડા સ્ટેન્ડ નજીક બસને નડ્યો અકસ્માત – 10 થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત થયા ની માહિતી – રસ્તા પર પ્રાઇવેટ મુસાફરી સાધનો બેફામ
નવીન રસ્તાઓ બનતાજ હવે વાહનચાલકો બેફામ બન્યા છે તો બીજી તરફ રસ્તાઓ પર સ્પીડભ્રેકર જંપ ન બનાવતા એકપછી એક અકસ્માત ના બનાવો સામે આવ્યા છે . વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં મેઘરજ મોડાસા રોડ પર સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો

મળતી માહિતી મુજબ રાજેસ્થાન ની બસ મેઘરજ થી મોડાસા તરફ જઈ રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોડાસા – મેઘરજ રોડ પર આવેલ મુનશીવાડા સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો બસ એકાએક લીમડાના ઝાડ સાથે ટકરાઈ હતી અકસ્માત ડુંગરપુર ડેપોના બસ ડ્રાઈવરએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ બસના ડ્રાઇવર કંડકટર ફરાર થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી જોકે અકસ્માતમાં મોટી જાન હાની ટળી હતી પરંતુ 10 થી 20 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે અને ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે મોડાસાના દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા
મોડાસા થી મેઘરજ અને મેઘરજ થી મોડાસા તરફ પ્રાઇવેટ વાહનો નો રાફડો ફાટ્યો છે અને બેફામ રફ્તાર સાથે મુસાફરો ને પણ ઘેટાં બકરાની માફક વાહનોમાં બેસાડી મુસાફરોનો જીવ જોખમાય તે રીતે ફરી રહ્યા છે ત્યારે આવા સાધનો ને અટકવામાં આવે તો અકસ્માતમાં ઘટાડો જોવા મળી શકે તેમ છે



