
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં રોકાણ કરતી 3 કંપનીઓ સામે CID ક્રાઇમેં નોંધી ફરિયાદ, RK, હરસિધ્ધિ તેમજ KK ના CEO સામે થઇ ફરિયાદ
BZ ની પૌંઝી સ્કીમ ને લઇ કરોડ રૂપિયાનું કૌંભાંડ બહાર આવતાની સાથે મુખ્ય સૂત્રધાર હાલ ભૂગર્ભમાં છે અને CID ક્રાઇમ ની તપાસમા અનેક નવાં ખુલાસા સામે આવ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ચાલતી વઘુ ત્રણ કંપની પૌંઝી સ્કીમ ચલતાવી હોવાને લઇ ગાંઘીનગર CID ક્રાઇમ દ્વારા ત્રણ કંપની સામે ગુન્હો નોંધી તપાસ તેજ કરી છે
અરવલ્લી માં પૌંઝી સ્કીમ હેઠળ નાણાં ઉઘરાવનાર કંપનીઓ નો રાફડો ફાટ્યો હતો અને લોકોના રૂપિયાનું રોકાણ કરાવી કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોય તેવો ઘાટ જિલ્લામા જોવા મળી રહ્યો છે જિલ્લામા ચાલતી RK એન્ટરપ્રાઇઝ, હરસિધ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસ, અને KK એન્ટરપ્રાઇઝ સામે ગાંધીનગર સીઆઈડી એ ફરિયાદ નોંધી છે જેમાં ગાંધીનગર ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ અલગ અલગ સરનામાં ખાતે ઓફિસો ખોલી અલગ નામની બીજી કંપનીઓ ખોલી જે કંપનીના એજન્ટ રાખી લોકોના રૂપિયાનું રોકાણ કરાવી માસિક 5 ટકાથી 30 ટકા સુધીનું વ્યાજ બે વર્ષ માટે રોકાણ કરો તો વ્યાજ તમને આપશે અને તમે રોકાણ કરેલ નાણાનું કંપની તરફથી એક એ એગ્રીમેન્ટ આપવામાં આવશે એટલું જ નહીં તમને તમારા હાથ નીચે જે કોઈ પણ રોકાણકાર પાસેથી રોકાણ કરાવશો તો તમને તેનું એક ટકા કમિશન મળશે તથા તેની નીચે અન્ય કોઈ રોકાણકાર કરશે તો 0.2 ટકા કમિશન મળશે આવી માહિતી ગ્રાહકોની આપી કંપનીના CEO તેમજ એજન્ટ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકો પાસે નાણાંનું રોકાણ કરાવતા અને નાણા પરત નહીં આપી લોભામણી લાલચ આપી આયોજન પૂર્વકનુ કાવતરું રચીને 50 કરોડ જેટલું આર્થિક નુકસાન કરી નાણાકીય છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન કરી ગુન્હો કરેલ છે
આમ BZ ના કરોડો ના કૌભાંડ વચ્ચે વધુ 3 કંપનીઓ સામે ફરિયાદ નોંધાતા આર કે એન્ટરપ્રાઇઝ ના હરપાલસિંહ સામે તેમજ હરસિદ્ધ એન્ટરપ્રાઇઝ ના અજયસિંહ સામે અને કે કે એન્ટરપ્રાઇઝ ના સિઇઓ સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ ના અજયસિંહ સામે પણ ફરિયાદ જેમાં આ ત્રણે BZ જેવી એમઓ અપનાવી કરોડો નાણાં ઉઘરાવતા ની વાતો સામે આવિ છે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા ત્રણે કંપનીઓ સામે તપાસ હાથ ધરી આ ત્રણે કામની ની ઑફિસો એક સપ્તાહ થી બંધ છે અને તમામ સંચાલકો હાલ ભૂગર્ભમાં





