
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શામળાજી મંદિર ખાતે કલોથ બેગ વેન્ડિંગ મશીન શરુ કરાયું, રૂ 5 નો સિક્કો નાખો અને મેળવો કાપડની થેલી
ગુરુ પૂર્ણિમાના દિવસે શામળાજી મંદિર ખાતે કલોથ બેગ વેન્ડિંગ મશીન શરુ કરાયું હતું જેમાં ખાસ કરીને શામળાજી ધામ ને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું
દીવ અને દમણ ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ તેમજ મંત્રી ભીખુસિંહના વરદ હસ્તે શામળાજી મંદિર ખાતે કલોથ બેગ વેન્ડિંગ મશીન શરુ કરાયું હતું જે પ્રસંગે શામળાજી મંદિર ટ્રસ્ટ પરિવાર સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ મશીન અંતર્ગત ખાસિયત એ છે કે મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખવાથી મશીનમાં રહેલ કપડાની બેગ ઓટોમેટિક બહાર આવી જાય છે મશીનમાં એક સાથે 100 જેટલી બેગ મુકવામાં આવે છે અને તે સ્ક્રીન પર બેગનો આંકડો જે રીતે નીકળે તેમ જોવા મળે છે જો ખોટો સિક્કો અથવા 5 રૂપિયા સીવાય અન્ય સિક્કો નાખવામાં આવે તો સિક્કો અટોમેટિક બહાર આવી જાય છે. આ ઉપરાંત આ મશીન અંબાજી મંદિર ખેડબ્રહ્મા મંદિર તેમજ અમદાવાદ ખાતે આવેલ મંદિર એ ઉપલબ્ધ છે અને આ શામળાજી મંદિર ખાતે છઠ્ઠા નંબરનું મશીન કાર્યરત થયું તેમ ટેકનેશિયન એ જણાવ્યું હતું આમ ખાસ શામળાજી ધામ ને પ્લાસ્ટિક મુક્ત કરવાના હેતુ થી આ નવીન મશીન વસાવવામાં આવ્યું હતું અને ગુરુ પૂર્ણિમા ના દિવસે ખુલ્લું મુકવામાં આવ્યું હતું




