મોડાસા : મંત્રીના પૌત્રને માર મારનાર 2 લોકો સામે ટાઉન પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ, સામ સામે નોંધાઈ ફરિયાદ
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : મંત્રીના પૌત્રને માર મારનાર 2 લોકો સામે ટાઉન પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ, સામ સામે નોંધાઈ ફરિયાદ
અરવલ્લી જિલ્લામાં બનેલી ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા હતા. ગાંધીનગર સુધી સંગઠનમાં ચર્ચાઓ ચાલી જતાં, આખરે ફરિયાદ થતાં પોલિસે તપાસ શરૂ કરી હતી. હવે બંન્ને પક્ષે સામ-સામે ફરિયાદ થતાં સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમાર ના પૌત્રને માર મારનાર શખ્સને મંત્રી પુત્રો અને ભાજપ યુવા મોરચાના પ્રમુખે ઢોર માર માર્યો હતો, જેને લઇને સરકાર તરફથી પ્રતિક્રિયા આવી હતી અને સરકારે જણાવ્યું કે, કાયદો તમામ માટે સરખો છે, ત્યારબાદ મંત્રી પુત્રો સહિત ભાજપ યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 લોકો સામે ગુનો દાખલ થયો હતો. હવે મંત્રી તરફથી પણ મોડાસા ટાઉન પોલિસ મથકે 2 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. મંત્રીના પૌત્ર તેમજ અન્ય વ્યક્તિને માર મારના 2 ઇસમ જૈમિન ભરતભાઈ ત્રિવેદી,રહે. અમરદીપ સોસાયટી અને લાલ બહાદુર મોહનલાલ થાપા, ન્યુ લક્ષ્મીનગર સોસાયટી, મોડાસા સામે ગુનો દાખલ થયો છે
મોડાસા ટાઉન પોલિસ મથકે મંત્રીના પૌત્રને માર મારના બંન્ને ઇસમો સામે માર મારવા બાબતે ફરિયાદ થઇ છે, જેમાં ફરિયાદી મહેન્દ્રસિંહ જગતસિંહ ઠાકોર, નાની ઈસરોલ, તા. મોડાસા એ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદી અને તેમના ભત્રીજા સૂર્યભાણસિંહ નાઓને રિક્ષા રોંગ સાઇડ ચલાવી લાવી, સામે ઊભી રાખી, એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આ સાથે જ ફરિયાદી અને સાહેદને ગડદાપાટુનો માર મારીને એકબીજાની મદદગારીથી જાનથી મારી નાખવાની ધમકી આપી. સમગ્ર ઘટના માલપુર રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
રાઈડર તરીકે ઓળખાતા જૈમિન ત્રિવેદી અને મંચુરિયાન સંચાલકનો ઈતિહાસ પોલિસે જોવો જોઈએ
રાઈડર તરીકે ઓળખાતે જૈમિન ત્રિવેદી કોલેજ ચોકી અને બસ સ્ટેશન લીયો ચોકી પોલિસ જમાદારનો ખાસ હોવાની પણ અટકળો ચાલી રહી છે, તેમના પર પોલિસના ચાર હાથ હોવાથી ઉચ્ચ અધિકારીઓએ રાઈડરનો ઈતિહાસ જોવાની જરૂર છે. સોસાયટીમાં પણ તેનો દબદબો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એટલું જ નહીં માલપુર રોડ પર જે મંચુરિયન વિક્રેતા છે, તેની લારી પર થોડા મહિના અગાઉ ભારે બબાલ થઈ હતી, તેમ છતાં ટાઉન પોલિસે કોઈ જ કાર્યવાહી તેની સામે નહીં કરતા, મંત્રીના પૌત્ર સાથે મારામારી કરી હતી. ઘણાં સમયથી મંચુરિયન સંચાલકની પણ બુમો છે, પણ ટાઉન પોલિસની નબળી કામગીરીને લઇને આવી સ્થિતિનું નિર્માણ થાય છે. મોડાસા ટાઉન પોલિસ આવા લોકોને છાવરે છે, જેને લઇને શહેર પર રાજ કરવાના ઈરાદે, નાની ઘટનાઓને અંજામ આપી, મોટા-મોટા દિવાસ્પપ્નો પોલિસ જ બતાવતી હોય, તેવું લાગે છે.