ARAVALLIMEGHRAJ

અરવલ્લી : મેઘરજના રામગઢી ગ્રામ પંચાયતના રાજપુર ગામમાં પાણીનો પોકાર, પરિવારો એક બેડા પાણી માટે ભટકી રહ્યા છે 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજના રામગઢી ગ્રામ પંચાયતના રાજપુર ગામમાં પાણીનો પોકાર, પરિવારો એક બેડા પાણી માટે ભટકી રહ્યા છે

*સરકાર દ્વારા ગામડે ગામડે પાણી પહોચાડ્યું હોવાના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો*

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો આઝાદીના 7 દાયકા બાદ પણ વિકાસની પાપા પગલી માંડી રહ્યા છે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રાજપુર ગામના 400 જેટલા પરિવારો પાણીની વિકટ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે સવાર પડતા પરિવારની મહિલાઓ પાણીના બેડા સાથે દર દર ભટકી રહ્યા છે સરકરની એસકે-2 યોજના અને નલ સે જલ યોજનાના પોકળ દાવાઓ આ વિસ્તાર માટે સાબિત થઇ રહ્યા છે

 

ગુજરાત રાજસ્થાન સરહદે મેઘરજ તાલુકાના રામગઢી પંચાયત વિસ્તારના અંતરિયાળ રાજપુર ગામ અને તેની આસપાસ લગભગ 400 જેટલા મકાનો છે 1500 થી 2000 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે

અને મુખ્યત્વે ખેતી અને પશુપાલન ના વ્યવસાય પર નિર્ભર છે દરરોજ વહેલા ખેત મજૂરી એ જવું પડે છે ત્યારે આ વિસ્તારમાં પાણીની ભારે પારાયણ છે રહીશો મહિલાઓ ને પાણી માટે દર દર ભટકવું પડે છે દરરોજ વહેલા મહિલાઓ ઘરનું કામકાજ ,બાળકો ને શાળા કોલેજ મોકલવા આ તમામ કામ છોડી વહેલી સવારથી પાણી પાછળ થઈ લાગવુ પડેછે સરકાર ના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડો ના ખર્ચે પાણી પુરવઠા ની એસકે -2 , એસકે – 3 યોજના હેઠળ પાઇપલાઇન અને સંપ દ્વારા પાણી પહોંચાડયા ના પોકળ દાવા કરવામાં આવ્યા છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે આ વિસ્તાર માં પાણી સમસ્યા ને લઈ ગ્રાઉન્ડઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો તો રાજપુર ગામ માં એક સદગ્રહસ્ત ના ઘર આગળ કરેલ બોર માંથી ગામ ની તમામ મહિલાઓ બેડા માટલા ડોલ લઈને પાણી માટે લાઈનો લગાવે છે એ બોર માંથી પણ પૂરતું પાણી આવતું નથી દર અડધો કલાકે એક બેડું પાણી મળી રહે છે.

 

ગામ માં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી દરેક ના ઘર આગળ નળ છે પરંતુ પાણી પુરવઠા વિભાગ ની બેદરકારી ના કારણે એ નળ માં હજુ સુધી જળ નથી આવ્યું સરકાર ના કરોડો ખર્ચેલા નાણાં જાણે પાણી માં ગયા હોય એવું લાગી રહ્યું છે.પાણીની સમસ્યા અંગે અગાઉ પણ રામગઢી પંચાયત વિસ્તારના ભૂતિયા, રામગઢી અને રાજપુર સહિત ગામ ના અગ્રણીઓએ અનેક વખત તંત્ર માં રજુઆત કરી છે પણ રામગઢી પંચાયત ઉપર તંત્ર ના ચાર હાથ હોઈ એમ બહેરા તંત્ર ને રાજપુર ગામ ના રહીશો ની રજુઆત સંભળાતી નથી ત્યારે આ વિસ્તાર માં જનતા ને પાણી મળે અને નલસે જલ યોજનાનો લાભ મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!