ARAVALLIMODASA

અરવલ્લી : ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હંગામી કર્મચારીની ભરતી માટે DDO અને નિયામકે અરજદારોના ઇન્ટરવ્યૂ લીધા,ભૂતકાળમાં અન્ય વિભાગમાં સીધી ભરતી કરી દેવાઈ એનું શું?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હંગામી કર્મચારીની ભરતી માટે DDO અને નિયામકે અરજદારોના ઇન્ટરવ્યૂ લીધા,ભૂતકાળમાં અન્ય વિભાગમાં સીધી ભરતી કરી દેવાઈ એનું શું…?

અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતીને લઈDDO તેમજ નિયામક દ્વારાએજન્સીએ મોકલેલ બાયોડેટાના આધારે અરજદારોના ઇન્ટરવ્યૂ લેવામાંઆવ્યા હતા.જેમાં પારદર્શકતા પરંતુ ભૂતકાળ માં પણ અન્ય વિભાગમાં સીધી ભરતી કરી દેવામાં આવી હોવાના આક્ષેપ ઉઠ્યા છે તેનું શું ? આઉટસોર્સિંગ માં અંદાજે 8 હજારની પગાર ધરાવતી નોકરી માટે જો જિલ્લા વિકાસ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ ઇન્ટરવ્યૂ લેતા હોય તો, અરવલ્લી જિલ્લાના અનેક વિભાગોમાં 15 હજારથી વધુ પગાર ધરાવતી પોસ્ટ ઉપર કેમ સીધા લાગવગ ધરાવતા સભ્યોને મૂકી દેવામાં આવ્યા હોવાનું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે,ICDS વિભાગમાં આ જ પ્રમાણે મેઘરજ તાલુકામાં ક્લાર્ક,ભિલોડા તાલુકામાં પાપા પગલી,જિલ્લા પંચાયતમાં પૂર્ણ કન્સલ્ટન તેમજ આધાર નો હેડ માણસ મુકવામાં આવ્યો છે તેમ તેણે આધારની પરીક્ષા પાસ કરી છે કે નહીં એ તો સંબધિત અધિકારી જાણે પણ સીધી એપૉમેન્ટ આપી દેવામાં આવી હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે અજાણ હશે કે શું?એજન્સી અને ઉચ્ચ અધિકારીનોની મિલી ભગતથી સીધી ભરતી કરી દેવાતા અરજદારો રોષ ઠાલવી રહ્યા છે.આ બાબતે સત્યતા ચકાસવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!