અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાની જાણીતી મધુરમ સ્વીટ માંથી ગ્રાહકે ખરીદેલી વાનગી દુર્ગન્ધ મારતી હોવાની રાવ,તંત્ર ઘોર નિદ્રામાં..?જિલ્લા ફ્રુડ એન્ડ દ્રગ્સ વિભાગ મલાઈ ખાવામાં મસ્ત..?
જિલ્લાના વિવિધ તાલુકામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ નો વેપાર કરતા વેપારીઓ સામે તપાસ થશે ખરી..?
અરવલ્લી જિલ્લામાં બે ફામ બનેલા ફરસાણ સહિત મીઠાઈના દુકાન સંચાલકો લોકોને વાસી વાનગીઓ પધરાવી આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાની બુમો ઉઠી છે,આજે મેઘરજ રોડ પર આવેલ મધુરમ સ્વીટ માંથી એક ગ્રાહકે ખરીદેલી વાનગી માંથી ખરાબ દુર્ગંધ મારતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે, અહીં મોટી સંખ્યામાં ગ્રાહકો રોજિંદા સ્વાદ માણવા આવતા હોય છે,અરવલ્લી જિલ્લા ફ્રુડ એન્ડ દ્રગ્સ અને પાલિકાની સેનેટરી ટીમ દ્વારા ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.દિવાળીના તહેવારો સમયે ખાલી દેખાવો કરવા ચેકીંગ કરતા સંબધિત અધિકારીએ ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી યોગ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી.હાલ દિવાળી તહેવાર સમયે ઠેળ ઠેળ ચાલતા ફરસાણ તેમજ મીઠાઈ ના વેપાર સમયે બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓ વહેંચાઈ રહી છે જેમાં માવા સહીત અનેક આઇટમો ની ચકાસણી માટે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઇ ચકાસણી કરવામાં આવે છે પરંતુ હજુ પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં કોઈ પણ પ્રકારની ખાદ્ય સામગ્રીના સેમ્પલ ચેક કરવામાં આવતા નથી માત્ર ને માત્ર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ મલાઈ ખાઈ પરત ફરતુ હોય છે જિલ્લાના તાલુકા વિસ્તારોમાં પણ કોઉપણ પ્રકારની તપાસ થતી ના હોય તેવું લાગી રહ્યું છે