GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કરાના મુવાડા અને સણસોલી પ્રાથમિક શાળાના બાળકોનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
તારીખ ૦૭/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તલુકા ની કરાના મુવાડા અને સણસોલી પ્રાથમિક શાળામાંથી તારીખ ૬/૨/૨૦૧૫ ના રોજ એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ની મુલાકાત લેવા માં આવી હતી.જ્યાં બાળકો એ વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા કે જેમાં ભારત ને એક કરનાર મહાપુરુષ સરદાર પટેલ ના યોગદાન વિશે બાળકો ને શિક્ષકો દ્વારા સમજણ આપી હતી. માં નર્મદાના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ પોઈચા માં સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરીને ત્યાં પ્રદર્શન ની મજા માણી હતી.આ પ્રવાસ માં બન્ને શાળા ના આચાર્ય અને શિક્ષકો બાળકો સાથે રહીને જરૂરી માર્ગદર્શન અને સમજ આપી હતી.