હાલોલ:કલરવ શાળામાં “76” માં પ્રજાસત્તાક દિનની થયેલી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૫
હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 વાગે થઈ હતી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાલોલ નગરના સુપ્રસિદ્ધ આર્યુવૈદિક ડોક્ટર જયવદનભાઈ પાઠક ના વરદ હસ્તે 8:45 ના સુમારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ દિન નિમિત્તે મુખ્ય મહેમાન હાલોલ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, શાળાના આચાર્ય અને મેનેજિંગ ટ્રસ્ટી એ ભારત માતાનું પૂજન કર્યું હતુ. ઉપસ્થિત મહેમાન નું શબ્દ સુમન થી સ્વાગત અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રુદ્રનાથ ચૌહાણ એ કર્યો હતો. ત્યારબાદ મહેમાન નો પરિચય શાળાના શિક્ષક સુમનભાઈ ઉપાધ્યાય એ આપ્યો. આ દિન નિમિત્તે મહેમાન એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમને ભારતનો ઇતિહાસ તેમજ દેશની આઝાદીની વાત કરી હતી. ત્યારબાદ શાળાના શિક્ષક સુનિલભાઈ વરિયા અને જીતેન્દ્રભાઈ કંસારા એ મહેમાન ને સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતની મેડલી રજૂ કરવામાં આવી હતી આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ પરોક્ષ રીતે નિહાળી શકે તે માટે શાળા તરફથી શાળાના ફેસબુક પેજ, યુ ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર જીવંત પ્રસારણ કરવામાં આવેલ. અંતમાં ધોરણ 4 ગુજરતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પુષ્ટિ ત્રિવેદીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પ્રભાબેન પેશરાણા અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.










