
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના બોડી ગામે અતિશય વરસાદને કારણે ખેતરો નું ધોવાણ, ખેડૂતને મોટુ નુકશાન
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોડી ગામે અતિશય વરસાદને કારણે ખેતરો નું ધોવાણ. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચાર દિવસથી અતિશ અને ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાના બોડી ગામ ના ચતુરસિંહ હિંમતસિંહ ઝાલા ખેતર સર્વે નંબર 388 ધોવાણ થતા મોટું નુકસાન થવા પામ્યુ હતું. મહામુલી પાક સહિત ખેતર ના વચ્ચોવચ વોગું પડી અને ખેતર નું નામોનિશાન મટી ગયું છે.ત્યારે ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી પીડીત ખેડૂતને સહાય આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. બાબુસિંહ ચૌહાણ અરવલ્લી




