વાત્સલ્યમ્ સમાચાર
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાનું ગૌરવ શિક્ષક શ્રી કિરણ પટેલનો નવતર પ્રયોગ રાજ્ય કક્ષાએ સન્માન
શ્રી લીંભોઈ વિ.વિ. મંડળ સંચાલિત શ્રી આદર્શ વિદ્યાલય લીંભોઈના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે સેવા આપતા શ્રી કિરણભાઈ જી. પટેલ દ્વારા વદ્ધ્વમ્ શીર્ષક સાથે રાજ્યકક્ષાએ નવતર પ્રયોગ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સહ અભ્યાસ પ્રવૃત્તિમાં કેવી રીતે બોલવું, બોલે તેના બોર વેચાય,સાયન્સ ઓફ માઈક, સેન્ડવીચ કોન્સેપ્ટ તથા ભાષા શુદ્ધતા માટે વક્તૃત્વ કળાનો વિશેષ પ્રયોગ રાજ્ય કક્ષાએ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ઈડર ખાતે સન્માનિત કરવામાં આવ્યો હતો.